Western Times News

Gujarati News

જંબુસર વન વિભાગ કચેરી દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

(પ્રતિનિધી) ભરૂચ, વન વિભાગ દ્વારા દર વર્ષે બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામા આવે છે.જે અંતર્ગત જંબુસર સામાજિક વનીકરણ રેન્જ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ ડી આહિરના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી જંબુસર તાલુકાના કાવા ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તાલુકાના અણખી કે ટી પટેલ હાઈસ્કુલ તથા જંબુસર સહિતના ગામોમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામા આવી હતી.

આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પ્રાર્થના કે ટી પટેલ હાઈસ્કુલ આચાર્ય અરવિંદભાઈ પટેલ દ્વારા ઉપસ્થિતોનું સ્વાગત કરાયું હતું. વન્ય જીવન એ પ્રકૃતિનો એક ભાગ છે જંગલો વન્ય જીવન માટે મુખ્ય નિવાસ સ્થાન છે.વન્યજીવોથી માનવજાતિને અનેક ફાયદા થાય છે તથા પ્રકૃતિ સંતુલન બની રહે છે.ઔદ્યોગિકરણ અને વધતી વસતીને કારણે વન ક્ષેત્ર ઘટતા જાય છે.

માનવ જાતિના અસ્તિત્વ માટે પર્યાવરણ સંતુલિત રાખવું હોય તો વન્યજીવ સંરક્ષણ જરૂરી છે.આ સહિત ઉપસ્થિતો દ્વારા સરિસૃપ કોબ્રા,ધામણ,આંધળી ચાકણ અને અજગર જેવા ઝેરી તેમજ બિનઝેરી સાપની વિશેષ સમજૂતી આપવામાં આવી હતી દીપડા અને મગર રેસ્ક્યુની માહિતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તથા વન્યજીવ અપરાધ કાયદાકીય જાણકારી આપી હતી.

જનતામાં જાગૃતિ આવે તે માટે રેલી ચિત્રસ્પર્ધા વકતૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ કરી જાગૃતિ લાવવા ધોરણ નવના બાળકોએ ઉત્સાહપૂર્વક ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં રાઠોડ પ્રીતેશ ચૌહાણ હર્ષાલી પટેલ યાજ્ઞિક ઉત્તીર્ણ થયા હતા.સદર કાર્યક્રમમાં ફોરેસ્ટર કે કે સિંધા,પંકજ પટેલ,વનરક્ષક અનિલ પઢિયાર,વિક્રમસિંહ ચાવડા સહિત હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.