વિજયનગર કોલેજ ખાતે નોર્મલ રેન્જ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ
(પ્રતિનિધી)મોડાસા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિજયનગર ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી વિજયનગર નોર્મલ રેન્જ દ્વારા કરવામાં આવી હતી.જેમાં આરએફઓ ડી.. આર . મકવાણા તથા વિજયનગર નોર્મલ રેન્જ નો તમામ સ્ટાફ અને કૉલેજ ના ટ્રસ્ટીશ્રી મણીભાઈ પટેલ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમ માં વન્ય પ્રાણી સંબધીત થતાં ગુના અને શિકારના બનાવો અટકાવવા બાબતે વનરક્ષક લક્ષ્મણભાઈ ભરવાડ દ્વારા તેમજ વન્યજીવ ના બચાવ અને સંરક્ષણ તથા સાપ વિશે જાણકારી જયદીપ મહેતાએ અને કીડીખાઉ વિશે હસ્તી પાનસેરિયા દ્વારા સમજ આપવામાં આવી હતી