220 બંધકોને છોડી દીધા બાદ જ ઈંધણ સપ્લાય મંજૂરી આપશેઃ ઈઝરાયેલ

૫૦ બંધકોને છોડવા ફ્યુઅલ સપ્લાયની હમાસની માગ ઈઝરાયલે ફગાવી
(એજન્સી)જેરુસલેમ, ઈઝરાયેલ-હમાસ વચ્ચે ૧૮ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલે પણ હમાસને ખતમ કરવાની સોગંધ ખાઈ સતત બોંબમારો ચલાવી રહ્યું છે. બંને દેશો તરફથી એકબીજા વિરુદ્ધ ભારે ખુંવારી સર્જાઈ રહી છે.
ઈઝરાયેલી સૈનિકોએ ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે, તો ઈઝરાયેલી સેનાને જવાબ આપવા હમાસે મોટી ફોઝ તૈનાત કરી હોવાનો દાવો કર્યો છે. જાેકે ગ્રાઉન્ડ એટેક શરૂ થાય તે પહેલા હમાસે બાનમાં લીધેલા લોકોને છોડવા ઈઝરાયેલ સમક્ષ મોટી ડિમાન્ડ મુકી છે, જેને ઈઝરાયેલે પણ ઈન્કાર કરી દીધો છે.
યુદ્ધ વચ્ચે હમાસે સોદાબાજી શરૂ કરી દીધી છે અને બે નાગરિકતા ધરાવતા ૫૦ બંધકોને છોડવા ઈઝરાયેલ સમક્ષ ડિમાન્ડ મુકી છે. હમાસે ઈઝરાયેલ સમક્ષ ફ્યુલ સપ્લાયની ડિમાન્ડની માંગ કરી છે, જાેકે ઈઝરાયેલે ઈન્કાર કરી દીધો છે. ઈઝરાયેલે કહ્યું કે, ૨૨૦ બંધકોને છોડી દીધા બાદ જ ઈંધણ સપ્લાય મંજૂરી આપશે.
દરમિયાન ૭મી ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં ૧૪૦૦થી વધુ લોકોના મોત થયા, ત્યારબાદ હમાસે સેંકડો ઈઝરાયેલીઓ અને વિદેશી નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેને હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાં રાખ્યા છે. જાેકે કેટલાક બંધકોને છોડી દેવામાં આવ્યા છે અને હજુ પણ ૨૨૦ નાગરિકો હમાસના કબજામાં છે.