ભાજપ CM તરીકે જૂના જોગીઓ પર વિશ્વાસ મૂકશે કે નવા ચહેરા લાવશે ?

ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપની ક્વાયત
નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ૪ માંથી ૩ રાજ્યોમાં જંગી જીત મેળવી છે. આ જીતે ૨૦૨૪ની લોકસભાની ફાઈનલ પહેલા ભાજપને ટોનિક આપ્યું છે. આ વખતે ભાજપે આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રી ચહેરાનું નામ સુધ્ધાં નથી આપ્યું.
પરિણામો બાદ સવાલ એ છે કે કોણ બનશે સીએમ?. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ મુદ્દે તબક્કાવાર બેઠકો યોજી હતી અને ત્રણેય રાજ્યોમાંથી સ્થાનિક નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહને ચાલુ રાખવા કે તેમના સ્થાને નવ ચહેરાને પ્રાધાન્ય આપવું તે મુદ્દે ચર્ચા થઈ હતી. વિગતો પ્રાપ્ત મુજબ આ અંગે ખૂબ જ ગંભીરતાથી ચર્ચા થઈ હતી.
અને તે મુજબ ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. જાકે રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કરી લીધી છે. હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રક્રિયા માટે દિલ્હીથી ત્રણેય રાજ્યોમાં નિરીક્ષકો મોકલવામાં આવશે અને તમામને મેન્ટેડ આપી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ તેલંગાણામાં પણ મુખ્યમંત્રીની પસંદગી માટે નિરીક્ષકો મોકલી દિધા હોવાનું જાણવા મળી રહ્યું છે.