Western Times News

Gujarati News

વિરમગામમાં હાર્દિકની વિરુદ્ધ પ્રચાર કરીશ: AAPમાં જોડાયેલા રેશમા પટેલ

પાર્ટી જ્યાં જીતવાની જ ના હોય તેવી દેવગઢબારિયા જેવી સીટ પર ઉમેદવારો ઉભી રાખતી હતી તેનાથી કંટાળી તેમણે NCP પક્ષ છોડવાનો ર્નિણય કર્યો હતો.

જયંત બોસ્કી પર સીધો આરોપ મુકતા કહ્યું હતું કે તેઓ પાર્ટીમાં પોતાની મનમાની ચલાવે છે.

સુરત, પાટીદાર આંદોલન સાથે જાહેરજીવનમાં આવેલા રેશ્મા પટેલે પોતાના ભૂતપૂર્વ સાથી અને હાલ વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલ પર નિશાન તાક્યું છે. થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલની હાર નક્કી છે.

તેમણે હાર્દિક પર સમાજનો દુરુપયોગ કરવાનો આરોપ મુકતા ત્યાં સુધી કહ્યું હતું કે હાર્દિક પોતાના રાજકીય સ્વાર્થ સાધવા જ આંદોલનમાં જાેડાયો હતો. હાર્દિકને જૂઠ્ઠો તેમજ ધૂતારો કહેતા રેશમાએ એમ પણ જણાવ્યું હતું કે તે પોતે વિરમગામ જઈને હાર્દિક વિરુદ્ધ પ્રચાર કરશે.

શું પોતે ઈચ્છે છે કે હાર્દિક પટેલની ચૂંટણીમાં હાર થાય? તે સવાલનો જવાબ આપતા રેશમા પટેલે કહ્યું હતું કે હાર્દિક પટેલ આમ પણ હારેલો માણસ છે અને જનતા તેને ચોક્કસ હરાવશે. ચૂંટણી માત્ર ટિકિટ મળવાથી નથી જીતી જવાતી. જે માણસ પાટીદાર સમાજની વાત કરતા-કરતા કોંગ્રેસમાં ગયો અને ત્યાંથી ભાજપમાં આવ્યો. તેવામાં પાટીદાર સમાજ હોય કે બીજાે કોઈ સમાજ, હાર્દિકને કોઈ નહીં સ્વીકારે.

એનસીપીએ ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડવાની ટિકિટ ના આપતા પોતે આમ આદમી પાર્ટીમાં જાેડાયા કે કેમ તે સવાલનો જવાબ આપતા રેશમાએ કહ્યું હતું કે, તેઓ એનસીપીમાં જે રીતે ટિકિટ માટેના ખેલ થતા હતા તેમજ પાર્ટી જ્યાં જીતવાની જ ના હોય તેવી દેવગઢબારિયા જેવી સીટ પર ઉમેદવારો ઉભી રાખતી હતી તેનાથી કંટાળી તેમણે પક્ષ છોડવાનો ર્નિણય કર્યો હતો.

રેશમા પટેલે જયંત બોસ્કી પર સીધો આરોપ મુકતા કહ્યું હતું કે તેઓ પાર્ટીમાં પોતાની મનમાની ચલાવે છે. જ્યાં નેતૃત્વ જ ખોટો વ્યક્તિ કરી રહ્યો હોય ત્યાં સમય અને શક્તિ બરબાદ કરવાનો કોઈ અર્થ નહોતો તેમ પણ તેમણે કહ્યું હતું.

પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા પોતાના મોટાભાગના ભૂતપૂર્વ સાથીઓ આજે કોઈને કોઈ પાર્ટીમાં જાેડાયેલા છે, અને ચૂંટણી પણ લડી રહ્યા છે ત્યારે પોતે રહી ગયા હોય તેવું લાગે છે તે સવાલનો જવાબ આપતા રેશમા પટેલે કહ્યું હતું કે ચૂંટણી લડવી સારી વાત છે, પરંતુ પોતે ચૂંટણી નથી લડી શક્યા તેનો કોઈ અફસોસ નથી.

૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણીમાં ઉતરવાનો કોઈ પ્લાન છે કે કેમ તે સવાલનો જવાબ આપતા રેશમા પટેલે કહ્યું હતું કે AAP લોકસભાની ચૂંટણી પુરા જાેરથી લડશે તે વાત નક્કી છે. જાેકે, પોતે ચૂંટણી લડશે કે કેમ તે હાલ નક્કી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.