હિમવર્ષાની આગાહીને પગલે ગુજરાતનું હવામાન પલટાશે?
અમદાવાદ, નવેમ્બર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થાય છે. મિશ્ર ઋતુના લીધે રોગચાળાએ પણ માથું ઊચક્યું છે. હવે ઠંડી ક્યારે પડશે? તે અંગે ચર્ચા થઇ રહી છે, ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત શું અનુમાન લગાવી રહ્યા છે તે જાણવું પણ મહત્વનું બની જાય છે.
હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડોમાં હવામાનનો ટ્રેન્ડ બદલાવા જઈ રહ્યો છે. જેના કારણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. તેની અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટપણે જાેવા મળશે. ખાસ કરીને દિલ્હી-દ્ગઝ્રઇના વિસ્તારોમાં ઠંડી ઝડપથી વધશે. હવામાન વિભાગે કહ્યું કે આ અઠવાડિયે દિલ્હી-NCRમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના છે, ત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે અને ક્યારે ઠંડી પડશે? તે જાણવું પણ મહત્વનું છે. ખાસ કરીને, નવેમ્બરના પહેલા વીકની વાત કરીએ તો આ સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. આ દરમિયાન ગુજરાતના કોઇપણ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
આ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુ ટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ૫ નવેમ્બર સુધી માવઠું પડશે કે નહીં અને ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ‘ પાંચમી નવેમ્બર સુધીમાં માવઠાની કોઇ શક્યતા નથી. નજીકના ભવિષ્યમાં અરબી સમુદ્ર કે, બંગાળની ખાડીમાં કોઇ સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ નથી. જેના કારણે પણ ગુજરાત પર વરસાદનો ખતરો નથી આવતો. આ સાથે ઉત્તર ભારતમાં પણ કોઇ મોટી અસ્થિરતા સર્જાવવાની નથી.SS1MS