લોકો અને હિતોનું રક્ષણ કરવામાં કોઇ માપ નહિ રાખીએઃ ઇરાન
તહેરાન, ઇઝરાયેલ તરફથી હુમલાની આશંકા વચ્ચે ઇરાને ફરી હુંકાર કર્યાે છે કે તેને દેશના લોકો અને હિતોનું રક્ષણ કરવા માટે કોઇ મર્યાદા નહિ રાખે. જોકે સાથે સાથે એવું પણ કહ્યું છે કે અમારા વિસ્તારમાં યુદ્ધ ન થાય તે માટે તમામ પ્રયાસો પણ ચાલુ રહેશે.
આની સાથે સાથે ઇરાને અમેરિકાને તેનું લશ્કર ઇઝરાયેલથી દૂર રાખવાની પણ ચેતવણી ઊચ્ચારી છે. આની સાથે સાથે જ અમેરિકા દ્વારા ઇરાન પરના પ્રતિબંધોના વિસ્તરણની પણ તેણે ટીકા કરી છે અને કહ્યું છે કે આ ગેરકાયદેસર અને ગેરવાજબી છે.
અમેરિકાએ ઇરાનના તેલ ઉદ્યોગને નિશાન બનાવી આ પગલું ભર્યું છે તેમ તેનું કહેવું છે. ઇરાનના મંત્રી અરાઘચીએ સંભાવના વ્યક્ત કરી છે કે અમેરિકા ઇઝરાયેલને ટર્મિનલ હાઇ અલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ્સ મોકલી શકે છે. આમ થશે તો આ સિસ્ટમ્સ ચલાવવા માટે અમેરિકાની સેના પણ ઇઝરાયેલમાં આવશે. ઇઝરાયેલ હુમલાનો બદલો લેવાનો પુનરોચ્ચાર કર્યાે હોવાથી ઇરાનની ઉંઘ હરામ થઇ છે.
તેનું કહેવું છે કે અમે ઇઝરાયેલના હુમલાનો જ જવાબ આપ્યો હતો. એ પછી યુદ્ધ ફાટી ન નીકળે તે માટે સારા પ્રયાસો કર્યા છે. પરંતુ હું સ્પષ્ટ કહી દેવા માગું છું કે અમારા લોકો અને હિતોના રક્ષણ માટે અમે કંઇ પણ કરી છૂટવા તૈયાર છીએ. બીજી બાજુ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુનાઇટેડ નેશન્સને લેબનોનમાંથી સૈનિકો પાછા ખેંચી લેવા અપીલ કરી છે.
હિઝબુલ્લાહ તેમને બંધક બનાવીને તેમનો ઉપયોગ માનવશીલ્ડ તરીકે કરી રહ્યો છે અને તેમના વાહનો અને અન્ય સંરજામોનો ઉપયોગ પણ કરાઇ રહ્યો છે.ઇઝરાયેલે ગાઝામાં તેનો હુમલો ચાલુ રાખ્યો છે અને તેમાં તેણે એક હવાઇ હુમલામાં એક જ પરિવારના આઠ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.
ઇઝરાયેલની મિસાઇલ એક ઘર પર પડી હતી અને તેમાં માતા-પિતા અને છ બાળખો સહિત આઠનાં મોત થયા હતા. લેબનોન પર ઇઝરાયેલના હુમલામાં ૧૩ લોકોના મોત થયા છે અને અન્ય ૩૬ને ઇજા પહોંચી છે. હવાઇ હુમલામાં એક ત્રણ માળની ઇમારત ધ્વંસ થઇ ગઇ હતી.
જેમાં ચાર લોકો મર્યા હતા અને ૧૪ને ઇજા પહોંચી હતી. આવી જ રીતે અન્ય વિસ્તારોમાં પણ હુમલામાં ભારે ખુવારી થઇ છે. જોકે હિઝબુલ્લાહનું કહેવું છે કે તેણે પણ ઇઝરાયેલના અનેક વિસ્તારોને રોકેટોથી નિશાન બનાવ્યા છે.SS1MS