Western Times News

Gujarati News

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જાેવા PM મોદી અને એન્થની અલ્બનીઝ અમદાવાદ આવશે?

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૯ નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસીવર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ રોમાંચક મહામુકાબલો જાેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અમદાવાદ આવવાના છે, ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે. જાેકે બંને નેતાઓના કન્ફર્મેશનની રાહ જાેવાઈ રહી છે.

ઓસ્ટ્રેલિયા ૮મી વખત ફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે, જ્યારે ટીમ ઈન્ડિયા ચોથી વખત વર્લ્ડકપની ફાઈનલ રમશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેચ નિહાળવા અમદાવાદમાં આવવાના છે, ત્યારે આ માટે ભારે સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. વડાપ્રધાન ૧૯ નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

ત્યારબાદ તેઓ ૨૦ નવેમ્બરે સવારે રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે રવાના થશે. આ મેચ રોમાંચક રહેવાનું મુખ્ય કારણ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦ વર્ષ બાદ ફરી વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં મહામુકાબલો થશે. અગાઉ બંને દેશો વચ્ચે ૨૦૦૩માં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાના જાેહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમની ૧૨૫ રને હાર થઈ હતી.

આ અગાઉ પ્રથમ સેમિફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ૭૦ રને હાર આપી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. ભારતે ૫૦ ઓવરમાં ૩૯૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૩૨૭ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના ખતરનાક બોલર મોહમ્મદ શમીએ ૯.૫ ઓવરમાં ૫૭ રન આપી ૭ વિકેટ ઝડપી હતી. તો ગઈકાલે રમાયેલી બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૯મી નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.