RRR fame Ram Charan અને તેની પત્નીનું બાળક અમેરિકામાં જન્મ લેશે?
મુંબઈ, South Indian Actor Ram Charan અને તેની પત્ની ઉપાસના તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બંને અત્યારે અમેરિકામાં છે અને ઉપાસના ટૂંક સમયમાં માતા બનવાની છે. આવી સ્થિતિમાં લોકોને લાગે છે કે તેઓ તેમના બાળકને ત્યાં જ અમેરિકામાં જન્મ આપશે.
પરંતુ, એવું નથી. ઉપાસના ભારતની હોસ્પિટલ્સના ખૂબ વખાણ કરે છે અને તે અહીં ભારતમાં જ પોતાના બાળકને જન્મ આપશે. અભિનેતા રામ ચરણની પત્ની ઉપાસના ભારતમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
દંપતીએ ડિસેમ્બર ૨૦૨૨માં તેમની પ્રથમ ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. ઉપાસના કે જેઓ અપોલો હોસ્પિટલ્સ વાઈસ ચેરપર્સન પણ છે. તે પોતાના દેશમાં તેના બાળકને જન્મ આપવા માટે ઉત્સાહિત છે. ઉપાસનાએ ટિ્વટર પર સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેના બાળકની ડિલિવરી ભારતમાં થશે. સાઉથના પોપ્યુલર એક્ટર રામ ચરણને હવે દેશભરમાં ઓળખની જરૂર નથી.
View this post on Instagram
રાજામૌલીની ફિલ્મ ઇઇઇની સફળતા પછી દેશભરમાં હવે લોકો રામ ચરણ અને જૂનિયર એનટીઆરને ઓળખતા થઈ ગયા છે. ફિલ્મે બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી અને હવે તે ઓસ્કરની રેસમાં પણ છે. ઓસ્કર ૨૦૨૩ સેરેમની નજીક છે ત્યારે રામ ચરણ અમેરિકામાં છે.
રામ ચરણ અને જૂનિયર એનટીઆરની ફિલ્મ ઇઇઇના નાટૂ નાટૂ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોન્ગની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે રામ ચરણે ભગવાન સ્વામી અયપ્પાનું મહાવ્રત રાખ્યું છે. આ મહાવ્રત ૪૧ દિવસ સુધી ચાલે છે જેમાં કપરા નિયમોનું પાલન કરવું પડે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રામ ચરણે ઓસ્કર માટે આ મહાવ્રતની શરુઆત કરી છે.
આ પહેલીવાર નથી જ્યારે રામ ચરણે આ તપ કર્યું છે. ઇઇઇની સફળતા દરમિયાન પણ તેણે વ્રત કર્યુ હતું અને તેણે સબરીમાલા જઈને દર્શન પણ કર્યા હતા. રામ ચરણ દરવર્ષે અયપ્પા સ્વામીનું વ્રત રાખે છે. આ મહાવ્રત ૪૧ દિવસ સુધી ચાલે છે.
આ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે અને કાળા કપડા પહેરવાના હોય છે. આટલુ જ નહીં, ૪૧ દિવસ સુધી ઉઘાડા પગે રહેવું પડે છે. જમીન પર સુવુ પણ પડે છે અને ગળામાં તુલસીની માળા પહેરવી પડે છે. આ દરમિયાન સાત્વિક ભોજન લેવું પડે છે.SS1MS