શું શિખર ધવન મિતાલી રાજ સાથે લગ્ન કરશે? ચોંકાવનારો ખુલાસો
ટીમ ઈન્ડીયાના સ્ફોટક આૅપનર શિખર ધવને મહિલા ક્રિકેટ ટીમની આધારભૂત બેટ્સમેન્ટ મિતાલી રાજ સાથે લગ્ન કરવા અંગે મોટો ખુલાસો કર્યો છે. આ સાથે જ ધવને અકસ્માત બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફરેલા ઋષભ પંત વિશે પણ મોટું નિવેદન આપ્યું છે.
હકીકતમાં જીર્યો સિનેમાના શા ‘ધવન કરેંગે’માં મિતાલી રાજ ગેસ્ટ બનીને આવી હતી. જેમાં ધવને પૂછ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, મારા લગ્ન મિતાલી રાજ સાથે થવાના છે.
જણાવી દઈએ કે, એક સમયે શિખર ધવન અને મિતાલી રાજના લગ્નની અફવા ઉડી હતી. જ્યારે આજે ઈન્ટર્વ્યૂ દરમિયાન શિખર ધવને મિતાલી રાજ સાથે પોતાના લગ્ન અંગે થઈ રહેલી અફવાઓ અંગે જવાબ આપ્યો હતો.
આટલું જ નહીં આ શામાં શિખર ધવને મિતાલી રાજને ક્રિકેટ અને તેના અંગત જીવન અંગે અનેક પ્રશ્નો પૂછ્યા હતા. મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ધુરંધર બેટ્સમેન છે. વર્તમાન સમયમાં મહિલા વન-ડેમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી મિતાલી રાજ છે. છેલ્લે ૨૦૨૨માં ક્રાઈસ્ટ ચર્ચ ખાતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મિતાલી રાજ રમી હતી. અત્યારે મિતાલી રાજ વુમન પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટની મેન્ટર છે.
જ્યારે શિખર ધવન આઇપીએલ-૨૦૨૪માં પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો. આટલું જ નહીં, આ શામાં શિખર ધવને ઋષભ પંતના પણ ભરપુર વખાણ કરતા જણાવ્યું કે, અકસ્માત બાદ જે રીતે પંતે વાપસી કરીને ટીમ ઈન્ડીયામાં જગ્યા મેળવી છે તે ખરેખર કાબિલેદાદ છે. મને તેના પર ખૂબ જ ગર્વ છે.