શું કપિલ શર્માના શોમાં પુનઃ સિદ્ધુ પાજીની થશે રિએન્ટ્રી
મુંબઈ, કોમેડી કિંગ કપિલ શર્મા પોતાનો નવો શા લઈને આવી ગયા છે. કપિલનો નવો શા ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો પ્રોમો’ ટીવીની જગ્યા પર ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહ્યું છે. શાનો પહેલો એપિસોડ ૩૦ માર્ચે સ્ટ્રીમ થયો છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’નું પ્રીમિયર રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાથે થયું હતું. કપૂર પરિવાર સાથેના એપિસોડને ઓટીટી પલેટફોર્મ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
પહેલા એપિસોડની સફળતા બાદ ક્રિકેટર રોહિત શર્મા અને શ્રેયસ અય્યર કપિલ શર્માના કોમેડી શોના બીજા એપિસોડમાં જોવા જઈ રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયા પર બીજા એપિસોડનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં કપિલ શર્મા સિદ્ધુના લૂકમાં જોવા મળી રહ્યો છે, જ્યારે કૃષ્ણા અભિષેક પોતાની મસ્તી અને જોક્સથી દર્શકોનું મનોરંજન કરતા જોવા મળી રહ્યા છે.’ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’નો નવો પ્રોમો ઈન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
હવે એ વાત તો જાણીતી જ છે કે કપિલ શર્માના શા ‘કોમેડી નાઈટ વિધ કપિલ’માં પહેલા ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ જજ તરીકે આવતા હતા. પરંતુ તેમના કોઈ વિવાદના કારણે તેમને શા છોડવો પડ્યો હતો. મોટાભાગે કપિલ સિદ્ધૂને લઈને મઝાક કરતા જોવા મળે છે.
આ વખતે કોમેડિયને સિદ્ધૂ બની એક વીડિયો શેર કર્યો છે. એટલે કે નવજોત સિંહ સિદ્ધુ પોતે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો પ્રોમો’ના નવા એપિસોડમાં જોવા મળવાના નથી. તેના બદલે, કપિલ શર્મા સ્ટેજ પર કુર્તા-પાયજામા અને તેના જેવા તેના માથા પર પાઘડી પહેરીને જોવા મળશે. ત્યારબાદ કપિલ શર્મા જઈને અર્ચના પુરણ સિંહની સીટ પર બેસશે.SS1MS