Will Smithને Oscarsમાં ૧૦ વર્ષ માટે પ્રતિબંધિત કરાયો
મુંબઈ, હોલિવુડના પોપ્યુલર એક્ટર વિલ સ્મિથને એકેડમી મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિઝે ૧૦ વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે.
હવે વિલ સ્મિથ એકેડમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે. ૨૮ માર્ચે યોજાયેલી ઓસ્કર અવોર્ડ દરમિયાન શોના હોસ્ટ ક્રિસ રોકે વિલની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી.
જેનાથી ક્રોધે ભરાયેલા વિલે સ્ટેજ પર જઈને રોકને લાફો માર્યો હતો. ઘટનાના ૧૧ દિવસ બાદ એકેડમીએ વિલ સામે એક્શન લીધી છે. વિલની મુશ્કેલી અહીં પૂરી નથી થતી કારણકે તેની ફિલ્મો પણ રદ્દ થઈ છે.
એકેડમીના પ્રેસિડેન્ટ ડેવિડ રૂબિન અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉન હડસને કહ્યું, “૯૪મો ઓસ્કર અમારી કમ્યુનિટીના કેટલાય લોકોને ઉજવવા માટે હતો. આ એ લોકો હતા જેમણે ગત વર્ષે શાનદાર કામ કર્યું હતું. જાેકે, તે ક્ષણોને વિલ સ્મિથે તેના વર્તનથી બગાડી નાખી અને તેનું આવું વર્તન સ્વીકાર્ય નથી.”
આ તરફ વિલ સ્મિથે એકેડમીએ આપેલી સજાને સ્વીકારી લીધી છે. તેણે કહ્યું, “હું આ વાત માન્ય રાખું છું અને એકેડમીના ર્નિણયનું સન્માન કરું છું.”
૨૮ માર્ચે આખી દુનિયાની નજર ઓસ્કર અવોર્ડ પર હતી પરંતુ ત્યારે કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું નહોતું. સ્ટેજ પર ક્રિસ રોક હાજર હતો. તે કોમેડી કરીને સૌને હસાવી રહ્યો હતો. એ વખતે તેણે વિલ સ્મિથની પત્ની જેડાની બીમારીની મજાક બનાવી હતી.
જેડા Alopecia (આ બીમારીમાં માથાના અમુક ભાગમાંથી આંશિક કે સંપૂર્ણપણે વાળ જતા રહે છે) નામની બીમારીથી પીડાય છે. આ જ અંગે ક્રિસે મજાક કરી હતી જે વિલને પસંદ ના આવી. તે ઊભો થયો અને સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી. આ જાેઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
Alopecia નામની બીમારીથી જેડા પિંકેટ સ્મિથ પીડાય છે અને આ વાતનો ખુલાસો તેણે થોડા વર્ષ પહેલા કર્યો હતો. આ બીમારીમાં માથાના વાળ અમુક ભાગમાંથી કે સંપૂર્ણ માથામાંથી ખરવા લાગે છે.
ઈન્ફેક્શન ઝડપથી ફેલાતાં વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં જેડાએ કહ્યું હતું કે, એક દિવસ તેના હાથમાં વાળનો મોટો ગુચ્છો આવી ગયો જે બાદ તેણે વાળ કપાવી નાખ્યા હતા.SSS