“બ્રિકસના દેશો એક થઈને USAના પડકારનો સામનો કરી શકશે ?”
અમેરિકાને “મહાન લોકશાહી”નો વિશ્વ ગુરૂ તરીકેનો દરજજો અપાવનારા અમેરિકાના અનેક પ્રમુખોનું મહાન યોગદાન છે ! ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક વ્યુહરચના અમેરિકાની મહાનતામાં ઉમેરો કરશે કે પડકાર સર્જશે ?!
તસ્વીર અમેરિકાના વ્હાઈટ હાઉસની છે ! ઈન્સેન્ટ તસ્વીર અમેરિકાના ૪૭ માં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની છે ! જેઓ અગાઉ ૨૦ જાન્યુઆરી, ૨૦૧૭ માં પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં ! ત્યારબાદ આજે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ મા પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો છે ! તેઓ અમેરિકાના “પ્રથમ” અને અમેરિકાને “મહાન” બનાવવાનો પ્રચાર કરીને સત્તા પર આવ્યા છે !
અને વિદેશી ઘુસણખોરોને હાંકી કાઢવાની વાત કરી અને અમેરિકનોને પ્રથમ નોકરી આપવાની વાત કરી અમેરિકામાં જન્મેલા બાળકો અમેરિકાના નાગરિક નહીં, અમેરિકન ડોલરને જે દેશ સ્વીકારે એ અમારી સાથે ! બાકીનાને અમેરિકા સાથે વેપાર પર પ્રતિબંધ અથવા ૧૦૦ ટકા ટેક્ષ લદાશેની ચેતવણી સાથે એક પછી એક આકરા પગલા લઈ કેનેડા પર ૨૫ ટકા ટેરીફ ઠોકી બેસાડયો છે !
અમેરિકામાં ડ્રગ્સ ઘુસાડતા દેશો સામે પણ ટ્રમ્પ આક્રમક જણાય છે ! અમેરિકન ડોલરને પછાડવા બ્રિકસ દેશો વૈકÂલ્પક કરન્સી ઉભી કરે તો અમેરિકા ચુપ નહીં બેસે ! તેમણે અમેરિકા સાથેનો બીઝનેસ છોડી દેવો પડશે ! આવી આક્રમક નિતિસાથે સમગ્ર વિશ્વને ચીમકી આપનાર ડોનાલ્ડ ટ્રમ્પની દેશમાં વાહ, વાહ થાય એ સ્વાભાવિક છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જર્મનીના હીટલરની નિતીથી બોલવાની શરૂ કરી છે !
અને અમેરિકાના વિશ્વમાં આર્થિક મહાસત્તામાં વધુ પ્રાણ પુરવા માંગે છે ! ત્યારે ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને હાથમાં લઈને સાચવવા કરતા વિશ્વ કક્ષાએ મજબુત આર્થિક પગલા લેવાની જરૂર છે ! પણ ટ્રમ્પના કેટલાક પગલા અમેરિકા સામે પણ પડકારો સર્જશે કારણ કે યુરોપના સાર્વભોમત્વ ધરાવતા અન્ય દેશો પોતાના દેશમાં મજબુત છે !
તેમની એકતા ડોનાલ્ડ ટ્રમ્પ પર બ્રેક લગાવી શકે છે ! અને બીજું અમેરિકાની સુપ્રિમ કોર્ટ માનવતા અને લોકશાહી આદર્શાેનું હનન નહીં થવા દે ! કારણ કે અમેરિકાની પ્રતિષ્ઠા, પ્રતિભા અને વિશ્વ ગુરૂ બનાવવામાં અમેરિકાના અનેક પ્રમુખોનું મોટું યોગદાન છે !!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
અમેરિકામાં વિવિધ જાતિ, ધર્મના લોકો આવીને વસ્યા અને અમેરિકા ૫૦ રાજયો ધરાવતો પ્રગતિશીલ દેશ બન્યો છે ! ત્યારે આજે પણ વિશ્વના બૌÂધ્ધક અમેરિકનોએ “અમેરિકા” બનાવ્યું છે ત્યારે ટ્રમ્પની નિતિની વિશ્વમાં શું અસર થશે ?!
અમેરિકાના માનવ અધિકારના મૂલ્યોના પ્રણેતા માર્ટીન લ્યુથર કિંગે કહ્યું છે કે, “આપણે ભલે જુદા જુદા જહાજોમાં આવ્યા હોઈએ, પરંતુ હવે તો એક જ નાવડીમાં સવાર છીએ”!! અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું હતું કે, “તમે મને એ ના પુછો કે અમેરિકાએ તમારા માટે શું કર્યુ ?! તમે મને એ પુછો કે તમે અને હું માનવ જાતના સ્વાતંત્ર્ય માટે શું કરીશું ?!”!! વર્ષ ૧૬૨૦ માં “જો. ફલાવર નામના વહાણમાં બેસીને ઈંગ્લેન્ડનો ત્યાગ કરી અમેરિકા તરફી સ્યુરીટનોએ પ્રયાણ કર્યુ !
અને તેમણે માસારયુએટ્રસમાં ટિલમાઉથ સંસ્થાની સ્થાપના કરી જે અમેરિકન સંસ્થાનો વસ્યા તેમાં યુરોપના રાજયોમાંથી વિવિધ જાતિ અને ધર્મના લોકો આવીને વસવાટ કરતા થયા ! સમય જતાં વર્ષ ૧૭૭૦ પછીના દાયકામાં ઈંગ્લેન્ડ સાથેના મતભેદો વધુ ઉગ્ર બનતા વર્ષ ૧૭૮૧ માં “સમૂહ તંત્રની કલમો”નો દસ્તાવેજ થયો ! જે તે અમેરિકન પ્રજાના પ્રથમ બંધારણ તરીકે ઓળખાય છે !
વર્ષ ૧૭૮૭ માં રચાયેલા અને ૧૦૮૯ અમલી બનેલ અમેરિકન બંધારણને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બન્યું ! અને ભાવનાત્મક તથા બૌÂધ્ધક ટેકાની લાગણીનો જન્મ થયો ! ત્યારથી અમેરિકામાં વિવિધ જગ્યાએથી આવીને વસતા લોકોએ આધુનિક અમેરિકાનું સર્જન કર્યુ !!
અમેરિકાની ઓળખ વિશ્વમાં લોકશાહી મૂલ્યોના સમર્થક અને આધુનિક પ્રગતિશીલ લોકશાહીના રખેવાળ તરીકે અમેરિકાને વિશ્વમાં ગૌરવભેર સ્થાન અપાવનારા અનેક પ્રમુખો હતાં તેમણે અમેરિકા માટે શું કહ્યું ?! અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની પ્રતિભા ઉજાગર કરનાર અને સંચાલન કરનાર પ્રથમ પ્રમુખ જયોર્જ વોશિંગ્ટન હતાં ! તેઓએ ૩૦ એપ્રિલ, ૧૭૮૯ ના રોજ અમેરિકાના પ્રથમ પ્રમુખ બન્યા હતાં ! તેમણે અમેરિકાના સ્વાતંત્ર્ય માટે મજબુત લડત આપી હતી ! આજદિન સુધી અમેરિકામાં ૪૬ પ્રમુખોએ અમેરિકાના પ્રમુખો તરીકે સત્તા સંભાળીને અમેરિકાને વિશ્વનું મહાસત્તા બનાવ્યું ! અને “જગત જમાદાર” બનાવ્યું ! આર્થિક વ્યુહરચનામાં અને વૈજ્ઞાનિક પ્રગતિમાં અમેરિકાને
“વિશ્વગુરૂ” બનાવ્યું છે તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી ! અમેરિકા વિશ્વ સાથે ટકકર લેતા લેતા વિશ્વગુરૂ બન્યુંછે ! આ કોઈ શબ્દોની મયાજાળ નથી !!
અમેરિકામાં અબ્રાહમ લિંકને આઝાદી, સ્વતંત્ર્સતા, એકતા અને માનવતાના વિશ્વ ગુરૂ હતાં !
અબ્રાહમ લિકન કહેતા કે, “આઝાદી માટે લડાઈ ચાલુ રહેવી જોઈએ એક વાર હારીએ કે હજાર વાર આઝાદી ગુમાવવી ન જોઈએ”!! બીજાની સ્વતંત્રતાનો ઈન્કાર કરનાર કોઈ વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકારી નથી ! આ વાત પણ અબ્રાહમ લિંકને કરી હતી !! અને સૌથી અગત્યની વાત અબ્રાહમ લિંકને કરી હતી કે, “જેવી રીતે હું ગુલામ બનવાનું પસંદ ન કરૂં એવી જ રીતે માલિક બનવાનું પણ પસંદ ન કરૂં”!!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “ઈશ્વરે આપણને જીવન અને સ્વતંત્રતા બન્ને સાથે જ આપ્યા છે”!! અમેરિકાના પ્રમુખ એડ લાઈ ઈ. સ્ટીવન્સ જુનિયરે કહ્યું છે કે, “ભુખ્યો માણસ આઝાદ ન કહેવાય”!! અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું છે કે, “મારા અમેરિકન બંધુઓ એ ન પુછો કે દેશ તમારા માટે શું કરી શકે છે મને એ પુછો કે તમે ને હું ભેગા મળીને માનવ જાતના સ્વાતંત્ર્ય માટે શું કરીશું”!!
અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું હતું કે, “હું જગતના સમ્રાટ બનવા કરતા મારા ખેતરનો માલિક બનવું વધું પસંદ કરીશ”!! અમેરિકન પ્રમુખ જીમ્મી કાર્ટર કહે છે કે, “આપણે એકબીજાના બાળકોની હત્યા કરીને શાંતિપૂર્વક જીવતા કયારેય નહીં શીખી શકીએ”!! અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું હતું કે, “ઓછામાં ઓછું શાસન કરે તે સરકાર શ્રેષ્ઠ છે”!!
અમેરિકાના પ્રમુખ જહોન એડમ્સે કહ્યું છે કે, “સરકાર વ્યક્તિઓથી નહીં કાયદાઓથી, બંધારણથી ચાલતી હોવીજોઈએ”!! અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે કહ્યું હતું કે, “અમીરોને વધુ અમીર બનાવવા એ નહીં, જેમની પાસે ઓછું છે તેમને પુરતુ આપી શકાય એ પ્રગતિની વિકાસની પારાશીશી છે”!! આવું વિચારનારા આ અને આવા અનેક પ્રમુખો અમેરિકાને મળ્યા ત્યારે અમેરિકા આજે લોકશાહી, માનવ અધિકાર, સમાનતા અને માનવ જાતના સ્વાતંત્ર્યનું વિશ્વ ગુરૂ છે !! અને મહાસત્તા બન્યુ છે ! એમ ને એમ નથી બન્યું ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.