લોકસભાની ચૂંટણીમાં “સનાતન ધર્મ” માટે કામ કરશે તેને ચૂંટણીમાં સમાજ સાથ આપશે ?!
રાવણ શિવભક્ત સનાતની હતો અને દુર્યાેધન અને ભિષ્મપિતામઃ પણ સનાતની હતાં છતાં “શ્રી રામ” અને “શ્રી ક્રિશ્ન” ધર્મ-અધર્મની વ્યાખ્યા કરી તેના પર તો સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ આવે છે તો સાચા સનાતની કોણ ?!
રામ જન્મભૂમિની તરફેણમાં ચૂકાદાઓ આપનારા તમામ ન્યાયાધીશો સનાતની નહોતા ?!
સનાતન ધર્મના જગતગુરૂ શંકરાચાર્ય કહે તો કરો – એડવોકેટ ભાસ્કરભાઈ ભટ્ટ !!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! બીજી તસ્વીર રામજન્મભૂમિ પરની તરફેણમાં ચૂકાદો આપનાર પાંચ ન્યાયાધીશોની છે !! જેમાં ડાબી બાજુથી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રંજનભાઈ ગોગાઈ, જસ્ટીસ શ્રી શરદભાઈ બોબડે, જસ્ટીસ શ્રી અશોક ભુષણ, જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી અબ્દુલભાઈ નાઝીરની છે તેઓ તમામ ‘સનાતની ધર્મી’ નહોતા છતાં
આ પાંચે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ ‘રામ જન્મભૂમિ’ની વિવાદાસ્પદ ભૂમિમાં સર્વાનુમતે ‘રામ જન્મભૂમિ’ ની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો !! માટે સનાતની ‘હિન્દુ’ એ જ ‘રાજધર્મ’ અદા કરે કે, ‘ન્યાયધર્મ’ અદા કરે એવું નથી માટે તો જયોર્તિમઠના શંકરાચાર્ય અવિ મુકતેશ્વરાનંદ સરસ્વતી એ ‘હિન્દુ રાજય નહીં’ રામ રાજયની તરફેણ કરી છે !! ‘ન્યાયનું રાજય હોવું જોઈએ’ ભારતમાં અનેક ધર્માે છે !! ધર્માે વચ્ચે ખાઈ ના વધવી જોઈએ !!
લોકસભામાં કેટલાક મત વિસ્તારો એવા છી જયાં બૌધ્ધધર્મનું વર્ચસ્વ છે. કેટલાક વિસ્તારો એવા છે કે, આદિવાસીઓના દેવો જુદા છે !! દક્ષિણના રાજયોમાં સનાતની ધર્મ તરફ જોક નથી !! મુસ્લિમ અને એસ.સી. / એસ.ટી. વાળા પણ સનાતની નથી !! જૈનો, શિખો સનાતની નથી !! કારણ કે સમગ્ર ભારતમાં ‘ન્યાયધર્મ’ની જ વાત કરાય !! અમેરિકામાં ચૂંટણીઓમાં ૯૦% ક્રિશ્ચિયનો છે ત્યાં તો આવી કોઈ વાત કરતું નથી !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી દેસાઈએ ભારતને એક “ધર્મિનરપેક્ષ” રાજય ગણાવતાં કહ્યું છે કે, “ધર્મ નિરપેક્ષ રાજય એક વ્યક્તિને તેના “ધર્મ” થી અસંબધિત રહીને એક નાગરિક ગણે છે તે કોઈ અમુક ધર્મ સાથે જોડાયેલ હોતું નથી તે ધર્મને પ્રોત્સાહન આપતું નથી કે તેમાં દખલ કરતું નથી”!! જયારે શ્રી મહાત્મા ગાંધી કહે છે કે, “ઈશ્વરને ધર્મ હોતો નથી”!! લોકશાહીમાં “કાયદાનું શાસન એ “ધર્મ” છે”!!
ભારતનું બંધારણ અને ન્યાયતંત્ર “ધર્મ” જોઈને, જ્ઞાતિ જોઈને ! કોમ જોઈને ન્યાય નથી તોળતું પરંતુ શ્રીમદ્દ ભગવત ગીતામાં કહ્યું છે તેમ “ધર્મઅધર્મ” ! કર્તવ્ય ધર્મ જોઈને ન્યાય મંદિરમાં ન્યાય તોળાય છે !! દેશમાં ચૂંટણી જાહેર થતાં કથિત ધાર્મિક ધ્રુવીકરણની હરકતો શરૂ થઈ છે !
ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગતા હવે કેટલાક રાજકીય નેતાઓ સામાજીક અને જ્ઞાતિના સંગઠનોના નેજા હેઠળ મતોનું ધ્રુવીકરણ શરૂ કરતા પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ! તો તેની સામે વળતા પ્રત્યાઘાતમાં કેટલાક વકીલો પણ ગુજરાત હાઈકોર્ટમાં આચારસંહિતાનો મુદ્દો ઉઠાવશે એવા સંકેતો પ્રાપ્ત થાય છે !!
જે સનાતન ધર્મને લઈને કામ કરશે તેની સાથે લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ રહેશે ?! – આર. પી. પટેલ !! પાટીદાર સમાજમાં દરેક રાજકીય પક્ષોમાં માનનારા પાટીદાર અગ્રણીઓ છે ?! રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે!
લોકસભાની ચૂંટણી જાહેર થતાં મતદારોના મતોનું ધાર્મિક રાજકીય ધ્રુવીકરણના પ્રયાસો હાથ ધરાયા છે એવું મનાય છે !! અને કહેવાય છે કે, કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી આર. પી. પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા, પાલનપુર ખાતે યોજાયેલ આદ્યાÂત્મક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન સંમેલનમાં ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર. પી. પટેલે કથિત રીતે કહ્યું હોવાનું મનાય છે કે, ‘જે સનાતન ધર્મને લઈને કામ કરશે તેની સાથે લોકસભાની ચૂંટણીમાં કડવા પાટીદાર સમાજ રહેશે’!!
આથી પાટીદાર સમાજમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કારણ કે પાટીદાર સમાજમાં દરેક રાજકીય પક્ષોમાં માનનારા પાટીદાર અગ્રણીઓ છે ?! વેસ્ટર્ન ટાઈમ્સ સાથે વાતચીત કરતા એડવોકેટ શ્રભાસ્કરભાઈ ભટ્ટે કહ્યું કે બુÂધ્ધજીવી વકીલોએ સનાતની ધર્મિષ્ઠતાને ધ્યાનમાં રાખીને નહીં પણ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સંદેશ મુજબ જે ‘કર્તવ્ય ધર્મ’ નિષ્ઠાપૂર્વક અદા કરતા હોય તે જ ફકત સાચો સનાતની છે !!
ભારતમાં સનાતન હિન્દુ ધર્મના મહાન જગતગુરૂ શ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું છે કે, ‘હિન્દુ રાષ્ટ્ર’ નહીં પણ ‘રામ રાજય’ હોવું જોઈએ !! ‘ન્યાય’ નું રાજય હોવું જોઈએ ત્યારે સાચા સનાતનીઓએ જગતગુરૂ શંકરાચાર્યને ફોલો કરવા જોઈએ’!! માટે તો સીતા માતાએ અનેકવાર અÂગ્ન પરીક્ષામાંથી પસાર થવું પડયું હતું !! ‘રાવણ શિવભક્ત’ હતો માટે સનાતની તો એ પણ હતો !!
દુર્યાેધન, દુર્શાસન, ભિષ્મપિતામઃ, ગુરૂ દ્રોણાચાર્ય પણ સનાતની હતાં છતાં શ્રી ક્રિશ્ન તેમની સાથે નહોતા !! કેમ કે પ્રત્યેક સનાતની એ પોતાનું કર્તવ્ય સમાન ન્યાયના સિધ્ધાંત સાથે નિભાવે એ જ સાચો સનાતની છે !! જગદ્દગુરૂ શંકરાચાર્યાેનું પદ શાસકો પણ શાસન કરનારૂં છે માટે સાચા સનાતની જગતગુરૂ શંકરાચાર્ય કહેવાય તે કહે તેમ કરવું એ સાચા સનાતનીનો ધર્મ છે !! તેનું રાજકીયકરણ નહીં પણ આધ્યાત્મિક નૈતિકતા તરફ ઝુકાવ હોવો જોઈએ જે રીતે ન્યાયાધીશોનું વલણ હોય છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે