Western Times News

Gujarati News

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરશે આ ફળ અને શાકભાજી?

દરરોજ એક સફરજન ખાવું જોઈએ. તે બેડ કોલેસ્ટ્ર્‌લને ઘટાડવામાં પણ મદદ કરશે. પાલકમાં અભૂતપૂર્વ ગુણ છે. આ પાંદડાવાળા લીલા શાકભાજી લ્યુટીનથી ભરપુર છે. જે કોલેસ્ટ્રોલનો સામનો કરે છે. બ્યુટીન ધમનીની દીવાલોને જાડી થતી અટકાવે છે.

(એજન્સી)નવીદિલ્હી, વ્યક્તિ પ૦ માં પ્રવેશે ત્યાર બાદ ધીમે ધીમે ડાયાબીટીસ કીડની રોગ હૃદય વિકાર સંબંધી અનેક રોગો, હાઈકોલેસ્ટ્રોલ હાઈ બીપી જેવા અનેક રોગોની સામનો કરવો પડતો હોય છે. જોકે આજકાલ તો ઘણી નાની ઉમરમાં જ લોકો આવા ભયંકર રોગના સમયે તમારે તમારામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘણું મહત્વનું બની જાય છે. એમાં તમને મધર નેચર પણ ઘણી મદદ કરી શકે છે.

મધર નેચર એક સ્વાદિષ્ટ કવચ પ્રદાન કરે છે. તમારા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે તમારા શિયાળાના આહારમાં આ પ ફળોનો અને શાકભાજી ઉમેરો જે તમને તમારા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને તમારા હૃદયને સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરશે. સફરજન સફરજન એન્ટીઓકીસડન્ટ પાવરહાઉસ છે. જે તમારા હૃદયને હાનીકારક મુકત રેડીકલથી બચાવે છે.

સફરજનમાં વિટામીન સી, ભરપુર માત્રામાં હોય છે. તમારે દરરોજ એક સફરજન ખાવું જોઈએ. તે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે અને બેડ કોલેસ્ટ્ર્‌લને ઘટાડવામાં પણ મદદ કરશે. પાલકમાં અભૂતપૂર્વ ગુણ છે. આ પાંદડાવાળા લીલા શાકભાજી લ્યુટીનથી ભરપુર છે. જે બોસની જેમ કોલેસ્ટ્રોલનો સામનો કરે છે. બ્યુટીન ધમનીની દીવાલોને જાડી થતી અટકાવે છે.

તમારા લોહીને સરળતાથી વહેતું રાખે છે. અને તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. પાલકને નિયમીતપણે ખાવાથી તમારા ખરાબ એલડીએલ કોલેસ્ટ્રેલને પણ ઘટાડી શકાય છે. જે તેને કાડીયોવેસ્કયુલર રોગો સામે એક સંરક્ષણ પુરુ પાડે છે. એવોકાડોસ મોનોઅઅન સેચ્યુરરેડ ફેટસથી ભરપુર એવોકાડોસ તમારા સારામા એચડીએલ કોલેસ્ટ્રોલનું વધારેર છે. તમારા હૃદય રોગના એકંદરે જોખમને ઘટાડે છે.

એવોકાડોસ ફાઈબર વિટામીન ઈ અને પોટેશીયમનું પાવરહાઉસ ગણાય છે. એવોકાર્ડોસને તમારા ભોજનમાં સ્થાન આપપી અને હંમેશા સ્વસ્થ રહો.બ્લુબેરી જયારે કોલેસ્ટ્રોલને સ્તરને ઘટાડવાની વાત આવે છે. ત્યારે આ નાના બેરી પણ ઘણી કામની છે. બ્લુબેરીના એન્થોકયાનીન નામાના એન્ટીઓકિસડન્ટ હોય છે. જે એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને એચડીએલ સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે મહત્વપુર્ણ છે. તમે કંટાળાજનક લેટયુબ ભાજીને ભુલી જાવ અને સુપરહીટ કમ્પાઉન્ડ તમારા ખરાબ એલડીએલ કોલેસ્ટ્રેલને ઘટાડી દે છે. અને તમારી ધમનીઓને હેલ્ધી રાખે છે. જેથી લોહી સરળતાથી વહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.