Western Times News

Gujarati News

સંબંધો સુધારવા બંને દેશની ઇચ્છાશક્તિ જરૂરી: પાક. મંત્રી

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે ભારત સાથેના સંબંધો સામાન્ય બનાવવા માટે જૂનું ગાણું ગાયું છે.

તેમણે કહ્યું હતું કે, સારા સંબંધો માટે પરસ્પર ઇચ્છાશક્તિ જરૂરી છે. તાળી બન્ને હાથથી પડાય છે તેમ જણાવતાં તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની સરકારે ગયા વર્ષે સત્તા સંભાળી ત્યારથી પાકિસ્તાને સંબંધો સુધારવાની દિશામાં પ્રયાસ કર્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલય એ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા પર પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારની ટિપ્પણી પર કટાક્ષ કર્યાે હતો. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ત્યાં ‘ટી’ માટે ‘ટેરરિઝ્મ’ છે, ‘ટેન્ગો’ નથી.પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે જણાવ્યું હતું કે, “સંબંધો સુધારવા બે વ્યક્તિની જરૂર હોય છે. એકતરફી પ્રયાસ શક્ય નથી. ભારત સાથે સંબંધો સારા બનાવવા માટે યોગ્ય માહોલ તૈયાર કરવો જરૂરી છે.”

દરમિયાન ડારે આવતા મહિને બાંગ્લાદેશના પ્રવાસની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગયા વર્ષે ઓગસ્ટમાં હસીના સરકારના પતન પછી ઇસ્લામાબાદ અને ઢાકા નવેસરથી સંબંધો વિકસાવી રહ્યા છે. બાંગ્લાદેશ ખોવાયેલા ભાઇ જેવો છે. તેની સાથે આર્થિક સ્થિરતા અને દ્વિપક્ષીય સંબંધોને સારા કરવાનો પ્રયાસ ચાલુ છે.”

ડારે કહ્યું હતું કે, કાયરો ખાતેની તાજેતરની બેઠકમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે તેમને બાંગ્લાદેશ આવવાનું આમંત્રણ આપ્યું હતું. અગાઉ ડારે પાકિસ્તાન એકલું પડી ગયું હોવાના દાવાને ફગાવી દીધો હતો.

તેમણે જણાવ્યું હતું કે, “અમે સત્તા સંભાળી ત્યારે પાકિસ્તાન રાજદ્વારી સંબંધોમાં એકલું પડી ગયું હોવાની ધારણા હતી, પણ અમે પ્રાદેશિક પાડોશીઓ સાથે સંબંધો વધારી ધારણાને બદલી છે.” તેમણે અફઘાનિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ આતંકવાદ મોટો પડકાર હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં પુલવામા ખાતે ભારતીય સેના પર હુમલા પછી ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પો પર એર સ્ટ્રાઇક કરી હતી. ત્યાર પછી બંને દેશના સંબંધોમાં તણાવ વધ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.