Western Times News

Gujarati News

‘પવન ઊર્જા’ ક્ષેત્રે ગુજરાત ૧૨,૧૩૨થી વધુ મે.વો.ની ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે

પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતની વિશેષ સિદ્ધિ-પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા રાજ્યને છેલ્લા ત્રણ વર્ષમાં પવન ઊર્જા ક્ષેત્રે સૌથી વધુ પવનચક્કી સ્થાપિત કરવાના ચાર એવાર્ડ એનાયત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા સોલારજળપવન જેવી પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં ભારતને વધુને વધુ પગભર બનાવવા અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધર્યા છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં પ્રથમવાર અલાયદો કલાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કરીને પર્યાવરણના સંરક્ષણ ક્ષેત્રે નવી કેડી કંડારી હતી.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિવિધ પરંપરાગત ઊર્જાના સ્થાયી સ્ત્રોત વિકસાવવા હરહમેંશ પ્રયત્નશીલ છે. જેના ફલશ્રુતિરૂપે ગુજરાત પવન ઊર્જા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં તા. ૩૧ જુલાઈ-૨૦૨૪ની સ્થિતિએ ૪૭,૦૭૫.૪૩ મે.વો.ની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ૧૨,૧૩૨.૭૮ મે.વો.થી વધુ ક્ષમતા સાથે દેશમાં અગ્રેસર-પ્રથમ ક્રમે છેજે દેશના કુલ ઉત્પાદનના આશરે ૨૫.૮ ટકા જેટલું થાય છેઆ ક્ષેત્રે ગુજરાતે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છેતેમ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવાયું હતું.

મંત્રી શ્રી મુળુભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કેવર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-રિન્યુએબલ એનર્જીમાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ લક્ષ્યાંકને ઝડપી હાંસલ કરવા કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને ગુજરાત સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ઉપરાંત ગુજરાત એનેર્જી ડેવેલપમેન્ટ એજન્સી-GEDA દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ પવન ઊર્જા પ્રોજેક્ટસ સ્થાપવા માટે સંભવિત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. સાથે જરાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ પવન ગતિનો અભ્યાસ કરતાં સફળ પરિણામો પ્રાપ્ત થયા છેજેનાથી પવન ઊર્જા પ્રોજેક્ટ્સ વધુ પ્રભાવશાળી રીતે આગામી સમયમાં વિકસાવવામાં આવશે,તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કેછેલ્લા ૩ વર્ષમાં પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છેએટલું જ નહિ પરંતુ ગુજરાતે પવન ઊર્જા ક્ષેત્રે અનેક પુરસ્કાર અને સિદ્ધિઓ પણ મેળવી છે. અગાઉ વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩માં ‘એસોસિએશન ઓફ રિન્યુએબલ એનર્જી એજન્સી ઓફ સ્ટેટસ-AREAS’, વર્ષ ૨૦૨૧-૨૨માં ‘રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થા-NIWE’ તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય-MNRE દ્વારા રાજ્યને સૌથી વધુ પવન ઊર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવા માટે વિવિધ ચાર એવાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કેસૌથી વધુ ૧,૬૦૦ કિ.મી.ની લંબાઇ ધરાવતો દરિયા કિનારોવિશાળ મેદાન તેમજ સરળ ભૂપ્રદેશના પરિણામેપવન ઊર્જા ઉત્પાદન માટે ગુજરાત આદર્શ સ્થળ રહ્યું છે. જેને ધ્યાને રાખીને રાજ્યમાં વર્ષ ૧૯૯૩-૯૪માં દેશની સૌથી પ્રથમ ‘પવન ઊર્જા નીતિ’ જાહેર કરવામાં આવી હતી. જ્યારેહાલમાં છઠ્ઠી નીતિ એટલે કે ‘ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩’ અમલમાં છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત નવી ટેકનોલોજીઓ અને યોજનાઓને અમલી બનાવી પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતને વધુ વિકસિત બનાવવા નિરંતર પ્રયાસ કરી રહી છેતેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.