દેશમાં ઉત્પાદન થતાં કાચા તેલ પર વિંડફોલ ટેક્સમાં ઘટાડો કરાયો
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે મંગળવારના રોજ દેશમાં ઉત્પાદન થતાં કાચા તેલ પર વિંડફોલ ટેક્સ ઘટાડીને ૯,૦૫૦ રુપિયા પ્રતિ ટન કરી દેવામાં આવ્યો છે.
આ પહેલા ૨૯ સપ્ટેમ્બરના રોજ પુરી થતી સમીક્ષામાં દેશમાં ફ્રુડ પર અનઅપેક્ષિત વિંડફોલ ટેક્સ વધારીને ૧૨,૨૦૦ રુપિયા પ્રતિ ટન નક્કી કરવામાં આવ્યો હતો.
આ સિવાય ડીઝલના નિકાસ પર વિંડફોલ ટેક્સ (સ્પેશિયલ એડિશનલ એક્સીઝ ડ્યૂટી) (એસએઈડી)ઘટાડીને ચાર રુપિયા લીટર કરી દેવામાં આવ્યો છે, જે પાંચ રુપિયા પ્રતિ લીટર હતો. આ નવો દરે આજે એટલે કે, તા.૧૮ ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવ્યો છે,
આ પહેલા ૧૫ સપ્ટેમ્બરના રોજ સરકારે ૬૭૦૦ રુપિયા પ્રતિ ટનથી વધારીને ૧૦,૧૦૦ રુપિયા પ્રતિ લીટર કર્યો હતો. આજ રીતે વિમાનના ઈંઘણ એટીએફ (એટીએફ) પર ૨.૫ રુપિયા પ્રતિ લીટરથી ઘટાડીને એક રુપિયો પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ પર વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યુટી પહેલાથી શુન્ય છે.
આ પહેલા કરવામાં આવેલી સમીક્ષામાં સરકારે ડીઝલના નિકાસ પર વિંડફોલ ટેક્સ ઘટાડવાનો ર્નિણય કરતાં કહ્યું હતું કે ૫.૫૦ રુપિયાથી ઘટાડીને ૫ રુપિયા પ્રતિ લીટર સુધી પહોચાડવામાં આવી હતી. આ સિવાય એવિએશન ટરબાઈન ફ્યુલ (એટીએફ) પર વિંડફોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો,
અને આ ૩.૫૦ રુપિયાથી ઘટીને ૨.૫૦ રુપિયા સુધી પહોચી ગઈ હતી. દેશમાં પહેલીવાર ૧ જુલાઈ, ૨૦૨૨ ના રોજ આ પ્રેટ્રોલિયમ ઉત્પાદકો પર વિંડફોલ ટેક્સ લગાવવામાં આવ્યો હતો, તેના દ્વારા સરકારે તેલ કંપનિઓને થતા નફા પર નફો મેળવવાનો ર્નિણય કર્યો હતો.
તેલ કંપનીઓને થઈ રહેલા નફા પર સરકાર વિંડફોલ ટેક્સ લગાવતી હતી. સ્થાનિક લેવલે નફો કમાવવા માટે ઓઇલ કંપનીઓ ભારતમાં તેલ વેચવાનું ટાળતી હતી, જેના પર લગામ લગાવવા માટે આ વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવે છે.