ઈતિહાસમાં પહેલીવાર શિયાળુ ચારધામ યાત્રા યોજાશે
દહેરાદુન, ઉત્તરાખંડ સરકારે ઈતિહાસમાં પહેલીવાર ઐતિહાસિક શિયાળુ ચારધામ યાત્રા યોજવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ઉનાળામાં ચારધામ યાત્રા યોજાતી હોય છે. જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ યાત્રાનો શુભારંભ કરશે. શંકરાચાર્યના પ્રતિનિધિઓએ રવિવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીએ ચારધામ યાત્રા અંગે શુભેચ્છા પાઠવી છે. ૭ દિવસના શિયાળુ ચારધામ યાત્રાની શરૂઆત ૨૭ ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે ૨ જાન્યુઆરીએ હરિદ્વારમાં સમાપન થશે. જ્યોતિર્મઠના એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ધામીની મુલાકાત કરી તેમને શિયાળુ ચારધામ યાત્રાનું આમંત્રણ પાઠવ્યું છે. અઢી હજાર વર્ષ પહેલા આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થપાયેલ પરંપરાઓને આગળ વધારવા શંકરાચાર્ય શિયાળુ પૂજા સ્થળોની યાત્રા કરી રહ્યા છે.
આદિગુરુ શંકરાચાર્ય પરંપરાના ઈતિહાસમાં પ્રથમવાર જ્યોતિપીઠના આચાર્ય ચારધામના પૂજા સ્થળોની તીર્થયાત્રા કરાશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શંકરાચાર્યની તીર્થયાત્રાન ઐતિહાસ કહી કહ્યું કે, તેમની તીર્થયાત્રાથી ચારધામના શિયાળુ યાત્રા કરનારા શ્રદ્ધાળુઓમાં વધારો થશે.