શિયાળાની શરૂઆત નવેમ્બર મહિનાના મધ્ય સુધી થઈ શકે
અમદાવાદ, દેશભરમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ભાદરવાનો તાપ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. હવે રાહ જાેવાઈ રહી છે શિયાળાની. જાે કે ગજરાતના લોકોએ શિયાળાની શરૂઆત માટે નવેમ્બરના મધ્ય સુધી રાહ જાેવી પડે તેમ છે, તો બીજી તરફ વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે.
રાજ્યમાં ૧૦ ઑક્ટોબરથી ચોમાસું લેશે વિદાય તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો મોડો બેસશે. પરંતું તેમણે નવરાત્રિમાં આપી વરસાદની આગાહી છે.
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે લોકોને શિયાળાનો મોડો અહેસાસ થશે. અલ-નીનોની અસરના કારણે વાતાવરણમાં ઠંડક મોડા અનુભવાશે. ચોમાસુ ૧૦ ઓક્ટોબર સુધી વિદાય લેશે. ભેજવાળા વાતાવરણને લઈને બપોરે ગરમી અને સવાર અને સાંજ થોડી ઠંડક અનુભવાશે. અલ નીનોના કારણે સમગ્ર અસર છે. પરંતુ નવરાત્રિના મધ્ય દિવસોમાં વરસાદ રહી શકે છે. ૧૦ ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાને લઈને ૧૩ અને ૧૪ ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે ૧૭ થી ૨૦ ઓક્ટોબરે વરસાદ રહી શકે છે.
દેશભરમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ભાદરવાનો તાપ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. હવે રાહ જાેવાઈ રહી છે શિયાળાની. જાે કે ગજરાતના લોકોએ શિયાળાની શરૂઆત માટે નવેમ્બરના મધ્ય સુધી રાહ જાેવી પડે તેમ છે, તો બીજી તરફ વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે.
ઓક્ટોબરની શરૂઆત થઈ ચૂકી છે. ટ્ઠવરસાદે પોતાની ઈનિંગ લગભગ પૂરી કરી લીધી છે. હવે પાછોતરા વરસાદની જ સંભાવના છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંતથી દિવસનું તાપમાન ઘટવાની સાથે શિયાળાનું આગમન થઈ જતું હોય છે. જાે કે આ વખતે તેની સંભાવના ઓછી છે.SS1MS