સંસદનું શિયાળુ સત્ર ૭થી ૨૯ ડિસેમ્બર વચ્ચે યોજાશે
આ સત્ર દરમિયાન લગભગ ૨૦ બેઠકો થાય છે, ૨૦૧૭ અને ૨૦૧૮માં વિંટર સેશનનું આયોજન ડિસેમ્બરમાં થયું હતું
નવી દિલ્હી, સંસદનું શિયાળુ સત્ર ૭ ડિસેમ્બરથી શરુ થઈને ૨૯ ડિસેમ્બર સુધી ચાલશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલેથી આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ વખતે વિંટર સેશન જૂની સંસદ ભવનમાં જ થાય તેવા સંકેતો છે.
તારીખો વિશે અંતિમ ર્નિણય સંસદીય બાબતોની કેબિનેટ સમિત કરશે. શિયાળુ સત્ર ખાસ કરીને નવેમ્બરના ત્રીજા અઠવાડીયામાં શરુ થાય છે. આ સત્ર દરમિયાન લગભગ ૨૦ બેઠકો થાય છે. જાે કે ૨૦૧૭ અને ૨૦૧૮માં વિંટર સેશનનું આયોજન ડિસેમ્બરમાં થયું હતું.
લગભગ ૧૨૦૦ કરોડ રૂપિયાની અનુમાનિત ખર્ચથી તૈયાર થઈ રહેલા નવા સંસદ ભવનનું આ મહિનાના અંત અથવા ડિસેમ્બરની શરુઆતમાં પ્રતિકાત્મક ઉદ્ધાટન શક્ય છે. હાલમાં જ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યોની સમીક્ષા કરવા માટે કહ્યું હતું. અને કામ ઝડપી આગળ વધતું હોવાનું કહેવાય છે.
ફિનિશિંગ ટચ આપવામાં આવી રહ્યું છે. સરકાર નક્કી કરશે કે, તેનું ઉદ્ધાટન ક્યારે કરવામાં આવે. આ અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું કે, નવી સંસદ ભવન નવેમ્બર સુધીમાં બનીને તૈયાર થશે અને શિયાળુ સત્ર તેમાં જ થશે. જાે કે, એએનઆઈના ટોચના સૂત્રોના હવાલેથી કહેવાય છે કે શિયાળુ સત્ર જૂની બિલ્ડીંગમાં જ આયોજીત થવાની સંભાવના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર ૨૦૨૦માં નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી. તેનું કામ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ કરી રહ્યું છે. આ નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૧ અને ૫ ડિસેમ્બરે છે.
જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ ૮ ડિસેમ્બર છે. સરકારના ટાર્ગેટ શિયાળુ સત્ર શરુ થતા પહેલા નવા ભવનનું નિર્માણ પુરુ કરવાનો હતો, પણ અમુક કામ નિર્ધારિત સમય કરતા વધારે સમય માગી લેશે.