વિન્ઝો ભારતની વિકાસની હરણફાળ ભરતી ક્રિએટર ઈકોનોમીને આગળ ધપાવી તેની ઉજવણી કરે છે

ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા કરાયેલી આ પ્રકારની પ્રથમ પહેલમાં, વિન્ઝો ભારતના અગ્રણી કન્ટેન્ટ ક્રિએટર કેરી મિનાતી અને ગેમ ડેવલપર્સ સહિતના લોકોનું સન્માન કરે છે
અમદાવાદ, 4 એપ્રિલ 2025: ભારતની તેજીથી ધમધમતી ક્રિએટર ઈકોનોમીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે, ભારતના સૌથી મોટા ઇન્ટરેક્ટિવ મનોરંજન પ્લેટફોર્મ વિન્ઝોએ આજે નવી દિલ્હીના સ્ટાર્ટઅપ મહાકુંભ 2025 માં “ક્રિએટર્સ એવોર્ડ્સ” માં 80 ગેમિંગ કન્ટેન્ટ ક્રિએટર્સ, 18 ગેમ ડેવલપર્સ અને વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. વિન્ઝોના બ્રાન્ડ એમ્બેસેડર અને એશિયાના સૌથી મોટા યુટ્યુબર કેરી મિનાતી દ્વારા ભારતના ગેમિંગ અને કન્ટેન્ટ ક્રિએશન ક્ષેત્રમાં તેમના અનન્ય પ્રદાનને બિરદાવતા આ સર્જકોને તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. WinZO propels and celebrates India’s burgeoning Creator Economy.
વિન્ઝોએ સર્જકોને સશક્ત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ (એમઇએસસી) સાથેની ભાગીદારીમાં વિજેતાઓને ‘સ્કિલ ઇન્ડિયા સર્ટિફિકેટ’ એનાયત કર્યું હતું, જેમાં ડિજિટલ કન્ટેન્ટ ઉદ્યોગમાં તેમની કુશળતા અને યોગદાનને માન્યતા આપવામાં આવી હતી. આ ઇવેન્ટમાં ભારતમાં ઇન્ટરેક્ટિવ મનોરંજનના ભાવિને આકાર આપવામાં ગેમિંગ કન્ટેન્ટ નિર્માતાઓના વધતા પ્રભાવ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.
વિન્ઝો ગેમ્સ અને ઇન્ટરેક્ટિવ એન્ટરટેઇનમેન્ટ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ (આઇઇઆઇસી) દ્વારા પ્રકાશિત ઇન્ડિયા ગેમિંગ રિપોર્ટ, 2025 અનુસાર, ભારતમાં ક્રિએટર ઈકોનોમીમાં છેલ્લા પાંચ વર્ષમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે. 2020માં ઈન્ફ્લુએન્સર્સની સંખ્યા 962,000 હતી, જે 2024 સુધીમાં વધીને 4.06 મિલિયનથી વધુ થઈ ગઈ છે, જેને સ્ટાર્ટઅપ મહાકુંભ 20251 દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો.
કન્ટેન્ટ ક્રિએટર્સમાં સૌથી વધુ વૃદ્ધિ ગેમિંગ સેક્ટર-સંચાલિત ક્રિએટર ઇકોનોમીમાં જોવા મળી હતી, જેમાં 2020 અને 2022ની વચ્ચે 213%નો જંગી ઉછાળો નોંધાયો હતો, જેમાં 2024 ના અંત સુધીમાં ઈન્ફ્લુએન્સર્સની સંખ્યા કુલ 467,000 રહેવા પામી હતી. આ ક્રિએટર્સ પ્રોડક્શન, ડિરેક્શન, સ્ક્રિપ્ટ રાઇટિંગ, એનિમેશન વગેરે ક્ષેત્રોમાં પ્રતિભાઓની ભરતી કરતા હોવાથી વધુ રોજગારીનું સર્જન કરે છે.
વિન્ઝો દ્વારા ગેમિંગ ક્રિએટર્સની આ માન્યતા એવા મહત્વના સમયે આવી છે કારણ કે સરકારે તાજેતરમાં સર્જક અર્થતંત્ર માટે 1 અબજ ડોલરના ભંડોળની જાહેરાત કરી છે, અને તાજેતરમાં જ રાષ્ટ્રીય સર્જક પુરસ્કારોનું આયોજન કર્યું છે.
ઉદ્યોગસાહસિકતાનું લોકશાહીકરણ એ વિન્ઝોની મુખ્ય ફિલસૂફી છે, ભલે પછી તે ગેમ ડેવલપર ઇકોસિસ્ટમને વિકસાવવા અથવા કન્ટેન્ટ થકી નાણાં સર્જન પર કેન્દ્રિત પ્લેટફોર્મ અને માર્ગો પ્રદાન કરીને હોય. કન્ટેન્ટ ક્રિએટર્સને ટેકો આપતી વિન્ઝોની બહુવિધ પહેલ સેલ્ફ-સસ્ટેઈનિંગ ગિગ ઈકોનોમીને પ્રોત્સાહન આપવાની ત્રેવડી ભૂમિકા ભજવે છે,
જે ગેમિંગ ઈન્ફ્લુએન્સર્સને તેમના શોખ કે રસના વિષયને વ્યવસાયમાં પરિવર્તિત કરવા સક્ષમ બનાવે છે, અને ભારતની ઝડપથી વિકસતી ક્રિએટર ઇકોસિસ્ટમમાં ફાળો આપે છે. તેમાં વિન્ઝોનું ડિજિટલ ઉદ્યોગસાહસિકતાનું લોકશાહીકરણ કરવાનું મોટું મિશન સામેલ છે, ખાસ કરીને દ્વિતીય અને તૃતિય શ્રેણીના શહેરોમાં, જે આ પ્લેટફોર્મ દ્વારા ઊભી થયેલી ગિગ તકોમાં 70 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
વિન્ઝોએ ભારતભરમાં છૂટક શ્રમિકો માટે 100,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે, જે સર્જકોને રમતની સમીક્ષાઓ, ટ્યુટોરિયલ્સ અને સ્ટ્રેટેજી કન્ટેન્ટમાંથી આવક મેળવવા માટે સક્ષમ બનાવે છે, આમ ભાષા, સ્થાન અને સામાજિક-આર્થિક અવરોધોને ઓળંગી તે નોંધપાત્ર આવક પૂરી પાડે છે. 250 મિલિયનથી વધુ રજિસ્ટર્ડ વપરાશકર્તાઓ અને માસિક 5 અબજ ટ્રાન્ઝેક્શન સાથે, આ પ્લેટફોર્મે સ્થાનિક ભાષાઓ અને કોંકણી, કચ્છી, હરિયાણવી, માલવાણી અને અન્ય જેવી બોલીઓમાં 1 મિલિયન કલાકથી વધુની સામગ્રી બનાવવાની સુવિધા આપી છે.
‘વિન્ઝો સુપરસ્ટાર ઇનિશિયેટિવ’ ફ્લેક્સિબલ કમાણીની તકો, કામગીરી-આધારિત પ્રોત્સાહનો અને ગેમિફાઇડ રેફરલ સિસ્ટમ પણ પૂરી પાડે છે, જે સર્જકોને તેમની કન્ટેન્ટ અને નેટવર્ક્સ દ્વારા તેઓ ઓનબોર્ડ કરેલા દરેક નવા વપરાશકર્તા માટે સીધા રોકડ પુરસ્કારો પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે. આ કાર્યક્રમથી 75,000 થી વધુ ઈન્ફ્લુએન્સર્સના સમુદાયને લાભ થયો છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
આમાંથી, પ્રોગ્રામ ફિલ્ડના 20% સર્જકોએ વિન્ઝોના પ્લેટફોર્મ પર ઓનબોર્ડ થયા પછી પ્રથમ વખત આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું હતું, જે ડિજિટલ ક્રિએટર અર્થતંત્રને ઔપચારિક બનાવવાની તેની અસર પર પ્રકાશ પાડે છે. ડિજિટલ-ફર્સ્ટ ગિગ અર્થતંત્રને પ્રોત્સાહન આપીને, વિન્ઝોએ નવા-યુગની આજીવિકાની તકોનું સર્જન કરવાનું ચાલુ રાખ્યું છે અને ભારતની વિકસી રહેલી ક્રિએટર-આધારિત ઇકોસિસ્ટમના મૂળભૂત આધારસ્તંભ તરીકે ગેમિંગને સ્થાપિત કર્યું છે.
કેરી મિનાટીએ ગેમિંગ ક્રિએટર્સને સશક્ત બનાવવા માટે આ પ્રકારની પહેલના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે: “ભારતની તેજીમય ક્રિએટર ઈકોનોમી અને ગેમિંગ ઉદ્યોગને આગળ વધારવા બદલ હું આજે તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ અને ગેમ ડેવલપર્સને અભિનંદન પાઠવું છું. વિન્ઝો જેવા પ્લેટફોર્મ્સ સર્જકો માટે તેમના જોશમાંથી નાણાં કમાવવાની સાથે સાથે જ પ્રેક્ષકો સાથે જોડાવાના નવા માર્ગ ખોલે છે. ગેમિંગ એ મનોરંજનથી વિશેષ છે – તે એક સમૃદ્ધ ઉદ્યોગ છે જે કારકિર્દી બનાવવાની અને વિશ્વભરના લોકો સાથે જોડાવાની અમર્યાદિત સંભાવના ધરાવે છે.”
વિન્ઝોના સહ-સ્થાપક પાવન નંદાએ કંપનીના વિઝન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “ક્રિએટર ઈકોનોમી ભારતની ડિજિટલ ક્રાંતિના હાર્દમાં છે, અને વિન્ઝો ખાતે, અમે વ્યક્તિઓને તેમની સંપૂર્ણ ક્ષમતાને શોધવા અને સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ડાયરેક્ટ મોનેટાઈઝેશનની તકો અને કામગીરી-આધારિત પ્રોત્સાહનો ઉપલબ્ધ બનાવીને,
અમે એક એવી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યા છીએ જ્યાં સર્જકો સમૃદ્ધ થઈ શકે છે અને નવીનતા લાવી શકે છે. આ મિશનને આગળ ધપાવતા લોકોને બિરદાવીને અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ અને તેમની યાત્રામાં સહભાગી બનીને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ડિજિટલ ઉદ્યોગસાહસિકતાનું લોકશાહીકરણ કરવાની આ સાચી ભાવના છે.”
આ પ્રસંગે ભારત ટેક ટ્રાયમ્ફ (બીટીટીપી)ના વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ગેમિંગ અને ઇન્ટરેક્ટિવ મનોરંજનમાં અગ્રણી સંશોધકોને ઓળખવા અને સશક્ત બનાવવા માટે બનાવવામાં આવી છે, જેનું સંચાલન વિન્ઝો દ્વારા ઇન્ટરેક્ટિવ એન્ટરટેઇનમેન્ટ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ (આઇઇઆઇસી)ના સહયોગથી કરવામાં આવ્યું છે.
વર્ષ 2023માં શરૂ થયેલી આ પહેલ ભારતમાં ડેવલપર્સને તેમની ટેકનોલોજી પ્રદર્શિત કરવા, ઉદ્યોગના સાથીદારો સાથે જોડાણ કરવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગેમિંગના ભવિષ્યને આગળ વધારવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
સાન ફ્રાન્સિસ્કોમાં ગેમ ડેવલપર્સ કોન્ફરન્સ (જીડીસી), ભારતમાં સ્ટાર્ટઅપ મહાકુંભ અને વેવ્સ જેવી પ્રીમિયર ઇવેન્ટ્સમાં સહભાગીઓને વ્યાપક અવસરો મળે છે, જે ઉદ્યોગના અગ્રણીઓ સાથે નેટવર્કિંગની સુવિધા આપે છે અને નવીનતમ ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજીની સુલભતા આપે છે. આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીનો સમાવેશ થાય છે, જેમાં ગેમ ડેવલપર સ્ટુડિયો, ઈસ્પોર્ટ્સ અને ગેમ ટેક કંપનીઓનો સમાવેશ થાય છે.