સોનાના ભાવ ૬૨,૦૦૦ની નીચે, ચાંદીમાં મોટું ગાબડું પડ્યું
નવી દિલ્હી, સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ ઘટાડાની સાથે સોનું પણ ૬૨,૦૦૦ના સ્તરની નીચે જતું રહ્યું છે. તો ચાંદીમાં મોટું ગાબડું પડ્યું છે.
થોડા દિવસો પહેલા ૭૫,૦૦૦ની ઉપર કારોબાર કરતા ચાંદીના ભાવ આજે ૭૩,૦૦૦ના સ્તરની નીચે પડી ગયા છે. આજે સવારે ૧૦.૪૦ વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૬૧,૬૨૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી ૦.૨૪ ટકાના ઘટાડા સાથે ૭૨,૩૪૩ રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જાેવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જાેવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ છેલ્લા ૬ મહિના બાદ નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત ૬૨,૮૩૪ રુપિયાના સ્તરે બનાવી છે.
આજે સવારે ૧૦.૪૦ વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૬૧,૬૨૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી ૦.૨૪ ટકાના ઘટાડા સાથે ૭૨,૩૪૩ રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
ઓગસ્ટ ૨૦૨૦ બાદ લગભગ અઢી વર્ષ પછી ૨ ફેબ્રુઆરીના રોજ સોનાએ ૫૮ હજારની સપાટી પાર કરી અને ૫૮,૬૬૦ રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જાેકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે.
તેવામાં છેલ્લે એટલે કે ૫ મે ૨૦૨૩ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું ૬૧,૫૫૨ રુપિયા પર ટ્રેડ થયું હતું.
૨૪ કેરેટ સોનાના આભૂષણોમાં ૯૯૯ લખ્યું હોય છે, જ્યારે ૨૩ કેરેટ સોના પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ શુદ્ધ સોના પર ૭૫૦ લખ્યું હોય છે. ૨૪ કેરેટ સોનું લગભગ ૯૯.૯% શુદ્ધ હોય છે જ્યારે ૨૨ કેરોટ સોનું ૯૧ ટકા શુદ્ધ હોય છે.
૨૨ કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ૨૪ કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા.
આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે. જાે તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે.
આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જાે સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે. SS1SS