Western Times News

Gujarati News

નીતિગત સુધારા સાથે અગરબત્તી ઉદ્યોગ આત્મનિર્ભર ભારતમાં પ્રદાન કરવાનું જાળવી રાખશેઃ AIAMA 

બેંગ્લોર, અન્ય કોઈ પણ ઉદ્યોગની જેમ વર્ષ 2020 અગરબત્તી ઉદ્યોગ માટે પણ પડકારજનક રહ્યું છે. જોકે ઉપભોક્તાઓએ પૂજા-અર્ચના કરવાનું જાળવી રાખ્યું હતું અને સ્વાસ્થ્ય-સુખાકારીએ પ્રાથમિકતા ધારણ કરતા ઉદ્યોગે રોગચાળાની અસર સામે સફળતાપૂર્વક કામગીરી જાળવી રાખી છે. With policy reforms Agarbathi industry will continue contributing to Atmanirbhar Bharat states All India Agarbathi Manufacturers

AIAMA(ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસોસિએશન)ના પ્રેસિડન્ટ શ્રી અર્જુન રંગાએ કહ્યું હતું કે, ઉદ્યોગે છેલ્લાં થોડાં વર્ષોમાં મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ કરી છે. આ સુધારા માટે કેટલાંક મુખ્ય પરિબળોમાં ઘરમાં વપરાશ અને નિકાસ બજારમાંથી સતત ઊંચી માગ જવાબદાર છે.

જ્યારે ઉદ્યોગ વૃદ્ધિ કરવાની સંભવિતતા ધરાવે છે, ત્યારે સકારાત્મક રીતે આગળ વધવા માટે સતત સારા કાચા માલના પુરવઠાની જરૂર પડશે. આ માટે એક વિવિધ મુખ્ય પડકારો છે, જેમાંનો એક  પડકાર વર્ષ 2021માં જોસ પાવડર (લિટસી ચાઇનેન્સિસ) અને બામ્બૂની ચોક્ક્સ જાતિ (બમ્બુસા તુલ્દા) જેવા મુખ્ય કાચા માલની ઉપલબ્ધતા કરવાનો છે. આપણી સરકાર લિટસી અને બમ્બુસા તુલ્દાના વાવેતરને પ્રોત્સાહન આપી રહી છે તથા એના પરિણામો મળવાની શરૂઆત થવામાં ઓછામાં ઓછા 5 વર્ષ લાગશે.

આ ઉદ્યોગની સૌથી મોટી પહેલોમાંની એક પહેલ આપણા વર્કફોર્સને કાચી અગરબત્તી બનાવવાની પ્રક્રિયાનું સેમિ મિકેનાઇઝેશનમાં સક્ષમ બનાવવાની છે. સેમિ મિકેનાઇઝેશન પર ભાર મૂકવાતી મહિલાઓના રોજિંદા ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં મદદ મળી છે. છેલ્લાં એક વર્ષમાં જ અમારા સભ્યોએ ઉત્પાદનને સંપૂર્ણપણે લોકલાઇઝ કર્યું છે, જેના પગલે ગ્રામીણ મહિલાઓ માટે ઘણી નવી તકો ઊભી કરવામાં મદદ મળી છે.

AIAMA એરોમેકોલોજી અને મૂડી સુધધારવામાં ફ્રેગ્રન્સના ઉપયોગના ફાયદાનો અભ્યાસ કરવા અત્યાધુનિક વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવા કામ કરી રહ્યું છે. વળી અગરબત્તીના મશીનોનું સંચાલન કરવા ટેકનિશિયનો માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ બનાવવા તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવાની અને આઇટીઆઈ સાથે જોડાણ કરવાની  યોજના પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.