નવનીતના યૌવા પેઇન્ટીંગ બ્રશીઝ સાથે હવે પ્રોફેશનલ જેવું પેઇન્ટીંગ કરો
અમદાવાદ, નવનીતની ઘરેલુ સ્ટેશનરી બ્રાન્ડ યૌવા તેની પ્રોડક્ટ યાદીમાં અન્ય કલાત્મક તત્વ ‘યૌવા પેઇન્ટ બ્રશીઝ’ મુકવા માટે સજ્જ છે. યૌવા દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રકારના 27 બ્રશીસ સાથે તમારા અંદરના કલાકારને શોધો. કડક પક્કડ અને ચોખ્ખા સ્ટ્રોક્સ માટે મજબૂત લાકડાના હેન્ડલ સાથે બનાવવામાં આવેલા આ બ્રશ ટેમ્પેરા, પોસ્ટર, એક્રેલિક અને પાણીના કલર્સ માટે અત્યંત યોગ્ય છે.
એવુ મનાય છે કે દરેકમાં એક કલાકાર છૂપાયેલો હોય છે, તેમાં વયને કોઇ લેવાદેવા નથી. તેમને પોતાની અંદર રહેલા કલાકારને બહાર લાવવા માટે ફક્ત પ્રેરણા અને યોગ્ય સામગ્રીની જરૂર હોય છે. યૌવાએ 27 પ્રકારના બ્રશ બજારમાં મુક્યા છે. પ્રત્યેક બ્રશ પોતાનું અગત્યનું કાર્ય ધરાવે છે.
રાઉન્ડ બ્રશ સ્કેચીંગ, ડિટેઇલ્ડ કાર્ય માટે આઉટલાઇનીંગ, નિયંત્રિત વોશીઝ માટે સરળ અને સારા છે અને નાના વિસ્તારોને ભરી દેવા માટે મદદ કરે છે. જ્યારે ફ્લેટ બ્રશ બોલ્ડ સ્ટ્રોક્સ, વોશીશ અને પહોળી જગ્યામાં ભરવા માટે, સુંદર લાઇનોનું સર્જન કરવા માટે, સીધી ધાર અને પટ્ટાઓ માટે સારા છે. (કૃપા કરીને પ્રોડક્ટ શોટ સાથે પ્રયત્ન કરો અને તેને ટેકો આપો)
યૌવા બ્રશીઝ સુંવાળા ટેકલોન ફાયબરમાંથી બનાવવામાં આવ્યા છે, જે તેને અન્ય બ્રશીઝથી અલગ પાડે છે કેમ ટેકલોનનો ઉપયોગ આર્ટિસ્ટ ગ્રેડ પેઇન્ટ બ્રશીઝમાં ઉપયોગ થાય છે. ટેકલોન ફાયબર્સ રિચ કલર પેઓફ માટે વધુ માત્રામાં પિગમેન્ટ લે છે. તે પેઇન્ટીંગ કરતી વખતે સુંદર અને તીવ્ર ફિનીશ આપે છે અને તેને સાફ કરવાં સરળ છે. યૌવા બ્રશીઝ એન્ટી રસ્ટીંગ એલ્યુમિનીયમ સ્વીચ સાથે આવે છે જે બ્રશના આયુષ્યમાં વધારો કરે છે. યૌવા ગ્રાહકોની જરૂરિયાત અને પસંદગીઓને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ્સ વિકસાવવા માટે જાણીતી છે.
યૌવા બ્રશીઝને બજારમાં રજૂ કરતા યૌવાના ચિફ સ્ટ્રેટેજી ઓફિસર અને પ્રવક્તા અભિજિત સન્યાલે જણાવ્યું હતુ કે, “યૌવા ખાતે અમે એવી પ્રોડક્ટ્સું સર્જન કરવાનો આશય રાખીએ છીએ જેમાં વધુને વધુ લાભો સમાયેલા હોય અને ઉપયોગિતા મૂલ્ય ધરાવતા હોય. ઉદાહરણ તરીકે, બ્રશીઝ બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તે સામાન્ય રીતે એડવાન્સ્ડ કે આર્ટિસ્ટ રેન્જમાં મળી આવે છે.
સંપૂર્ણ સર્જનાત્મકતે વેગ આપવા માટે અમે યોગ્ય પ્રોડક્ટને રજૂ કરવાનો હેતુ ધરાવીએ છીએ. તે અમારી પ્રાથમિક કલરીંગ રેન્જને પૂર્ણ કરે છે. અમે યૌવા બ્રશીઝની સફળ રજૂઆત કરવાની આશા રાખે છીએ અને અમે જે મૂલ્યનું સર્જન કર્યુ છે તેને ગ્રાહકો પ્રોડક્ટમાં શોધી શકશે તેવી આશા સેવીએ છીએ.”.