લગ્નના દસ દિવસમાં પરિણીતાને સાસરિયાઓએ કાઢી મૂકી
અમદાવાદ, લગ્નના બીજે દિવસે પત્ની સ્પામાં જતા પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ શરૂ થયો હતો. નાની નાની બાબતોમાં શરૂ થયેલા ઘર કંકાસમાં પતિએ દહેજ પેટે રૂપિયા દસ લાખ માંગ્યા હોવાનો આક્ષેપ પત્નીએ કર્યો છે. લગ્નના માત્ર દસ જ દિવસમાં સાસરિયાએ તેને ઘરમાંથી કાઢી મુકતા પત્નીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી મહિલા લગ્નના બીજે દિવસે તેના પતિ સાથે બે દિવસ માટે ગાંધીનગર ખાતે આવેલી ધી લીલા હોટલ ખાતે ગયા હતાં. મહિલાને તેના પતિ સાથે વાતચીત દરમિયાન મત ભેદ થતાં તેણે તેની સાથે બોલવાનું ઓછું કરી દીધું હતું.
મહિલાને સ્પામાં જવું હોવાથી તેણે તેના પતિને આપણે સ્પામાં જઇએ તેમ કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો. સ્પામાં જવાની ના પાડતાં મહિલા એકલી સ્પામાં ગઇ હતી. જે તેના પતિને પસંદ ના આવતા તેનું વાણી વર્તન બદલાઇ ગયું હતું. હોટલથી ઘરે આવ્યા બાદ તેઓ કુળદેવીના દર્શન કરવા માટે ગયા હતાં.
જ્યાં પણ તેના પતિએ તેની સાથે બોલતા નહીં. નાની નાની બાબતોમાં બોલા ચાલી કરીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જ્યાંથી ઘરે આવ્યા બાદ તેના પતિએ તેની સાથે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી.
જાેકે આ બાબતની જાણ તેણે તેના સાસુ સસરાને કરતાં તેમણે કહ્યું હતું કે, મારો દીકરો કહે તેમ તારે દહેજ પેટે રૂપિયા દસ લાખ આપવા પડશે. જાે તું તેમ નહીં કરે તો અમને તારી પાસેથી રૂપિયા વસુલતા આવડે છે. તું તારા પિયરમાંથી દહેજમાં કાંઇ લાવી નથી તેમ કહીને તેને મેણા ટોણા મારીને લગ્નના માત્ર છ જ દિવસમાં તેને ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલાના પતિ બિઝનેસના કામથી દુબઇ ગયાં હતાં.
જ્યાંથી પતિ પત્ની વચ્ચે મેસેજથી વાતચીત થતી હતી. જેમાં તેના પતિએ તેને કહ્યું હતું કે, આપણા વિચારોમાં મનમેળ આવતો નથી. જેથી મારે તારાથી છુટાછેડા જાેઇએ છે.
મહિલાએ તેના પતિને સમજાવવા છતાં કોઇ વાત માની ના હતી અને તેનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. મહિલાનો પતિ દુબઇથી પરત આવ્યા બાદ અનેક વખત સમાધાન માટે પ્રતત્ન કરવા છતાં સમાધાન ના થતાં મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.SS1MS