વગર ચોમાસાએ આ વિસ્તારમાં ભુવો પડતા સ્થાનિકો પરેશાન
(એજન્સી)અમદાવાદ, બાપુનગર ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ દિવસથી ખાડો પડેલ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા સત્વરે ખાડો પુરવાની જગ્યાએ ખાડાની આજુબાજુ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે બેરીકેટના કારણે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
અમદાવાદના રસ્તાઓ પર ચોમાસા પહેલા જ ખાડારાજ જાેવા મળી રહ્યું છે. ત્યારે બાપુનગર ચાર રસ્તા પાસે ખાડો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે એક અઠવાડિયા બાદ ખાડાની આસપાસ બેરીકેટ લગાવવામાં આવ્યા છે.
ત્યારે અકસ્માત ન સર્જાય તે માટે ખાડાની આસપાસ કોર્પોરેશન દ્વારા બેરીકેટ લગાવી સંતોષ માન્યો હતો. ત્યારે કોર્પોરેટર અશ્વિન પેથાણીની ઓફિસ પાસે જ ખાડો પડ્યો છતાં કામગીરીમાં ઢીલાશ જાેવા મળી રહી છે. ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
બાપુનગર ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ દિવસથી ખાડો પડેલ હોવા છતાં કોર્પોરેશન દ્વારા અકસ્માત સર્જાતો હોવાની રાહ જાેવાઈ રહી છે. તેમ ખાડાને પુરવાની જગ્યાએ તેની આજુબાજુ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યા છે.