5 મોટા યુદ્ધો લડી 40 વર્ષ સુધી દેશને સેવા આપનાર “સેમ બહાદુર”
75મા પ્રજાસત્તાક દિવસ પર ZEE5 પર વિકી કૌશલની “સેમ બહાદુર” રજૂ થશે
યુદ્ધનાં નાયકની અસાધારણ સફરનાં સાક્ષી બનો: રોની સ્ક્રૂવાલા દ્વારા નિર્મિત, મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત સેમ બહાદુર ફિલ્મમાં મુખ્ય પાત્ર વિકી કૌશલે ભજવ્યું છે
: ભારતના સૌથી મોટા સ્વદેશી વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને એકથી વધારે ભાષાઓમાં સ્ટોરી રજૂ કરતાં પ્લેટફોર્મ ZEE5એ 26 જાન્યુઆરીના રોજ વિકી કૌશલ અભિનિત સેમ બહાદુર ફિલ્મના એક્સક્લૂઝિવ ડિજિટલ પ્રીમિયમ કરવાની આજે જાહેરાત કરી હતી. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત અને રોની સ્ક્રૂવાલાના RSVP પ્રોડક્શન દ્વારા નિર્મિત આ યુદ્ધનાં ખરાં નાયક સેમ માણેકશૉનાં અસાધારણ જીવનને પડદાં પર સાકાર કરે છે, જેમાં તેમના સૈન્યવડા તરીકે શરૂઆતના દિવસોથી લઈને નિવૃત્તિ સુધીની સફર બયાન થઈ છે. તેમાં તેમની ઉત્કૃષ્ટ કારકિર્દીના સીમાચિહ્નો અને વિજયોને દર્શાવવામાં આવ્યાં છે. વિકી કૌશલ્યના ઉત્કૃષ્ટ અભિનયની સાથે ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, મોહમ્મદ ઝીશાન અય્યુબ અને અન્ય કલાકારોએ અભિનયનો ઓજાસ પાથર્યો છે.
સેમ બહાદુર ફિલ્મ સેમ બહાદુરની ઉત્કૃષ્ટ કારકિર્દી અને ભારતના પ્રથમ સૈન્ય અધિકારી બનવાથી લઈને ફિલ્ડ માર્શલના રેન્ક સુધી પહોંચવાની સફરમાં આવેલી ચડતીપડતીને દર્શાવે છે. દેશના 75મા પ્રજાસત્તાક દિવસ પર આ સિનેમેટિક શ્રદ્ધાંજલિ અને માસ્ટરપીસનો રોમાંચ માણીએ, જે મનોરંજનની સાથે દેશનાં ખરાં નાયકના અદમ્ય સાહસને શ્રદ્ધાસુમન પણ અર્પે છે. ફિલ્મ ભારતીય સેના માટે આઇકોન સમાન સેમ માણેકશૉની નોંધપાત્ર સફરને બયાન કરે છે, જેમણે ચાર દાયકાથી વધારે સમય અને પાંચ યુદ્ધોમાં દેશને પોતાની અવિસ્મરણીય સેવા આપી હતી.
આ જીવનકથા માણેકશૉના વિશિષ્ટ પ્રદાન પર પ્રકાશ ફેંકે છે, તેમના સાહસ, વ્યૂહાત્મક કુશળતા અને દેશ પ્રત્યે અવિરત સમર્પણને દર્શાવે છે. ફિલ્મ લશ્કર અને રાજકારણ વચ્ચેનાં સંબંધોની બારીક ગતિશીલતા પણ દર્શાવે છે, જે કથાનું ઊંડાણ વધારે છે અને સેમ માણેકશૉનાં દેશ પ્રત્યે અસરકારક પ્રદાનની સંપૂર્ણ સમજણ પ્રદાન કરે છે. વિકી કૌશલનાં શ્રેષ્ઠ અભિનયે આ પાત્રને જીવંત કર્યું છે, જે ખરેખર અધિકૃત હોવાની લાગણી જન્માવે છે.
વિવિધ મોરચા પર ફિલ્મની સફળતા અને એની સંપૂર્ણ રસપ્રદ ગુણવત્તા એને ઇતિહાસનાં પુનર્કથનથી વિશેષ બનાવે છે. ફિલ્મની કથા અને રજૂઆત દર્શકો માટે આકર્ષક અને રસપ્રદ છે. સેમ બહાદુરનું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર ZEE5 પર 26 જાન્યુઆરીના રોજ થશે.
ZEE5ના ચીફ બિઝનેસ ઓફિસર મનિષ કાલરાએ કહ્યું હતું કે, “પ્રજાસત્તાક દિવસ દરેક ભારતીય માટે અતિ મહત્વપૂર્ણ છે અને અમને ચાલુ વર્ષે 26 જાન્યુઆરીના રોજ સેમ બહાદુરના ડિજિટલ પ્રીમિયરની જાહેરાત કરવા પર અતિ ગર્વ છે. અમારા દર્શકો આ પ્રકારની અત્યાર સુધી ન કહેવાયેલી સ્ટોરીને પસંદ કરે છે, કારણ કે આ સ્ટોરીઓ આપણા દેશના જુસ્સાનો પડઘો પાડે છે તથા અમે તેમને પ્રસ્તુત અને અસરકારક મનોરંજન પ્રદાન કરવા કટિબદ્ધ છીએ.
આ ફિલ્મ ખરાં નાયકને શ્રદ્ધાંજલિ છે. રોની સ્ક્રૂવાલા પ્રોડક્શન્સ સાથે અમારું જોડાણ વિશિષ્ટ છે અને એનાથી અમને તેજસ અને સેમ બહાદુર જેવી એક પછી એક રાષ્ટ્રવાદી ફિલ્મો પ્રસ્તુત કરવામાં મદદ મળી છે. થિયેટર્સમાં સેમ બહાદુરની સફળતા પછી અમને ખાતરી છે કે દર્સકો અમારા પ્લેટફોર્મ પર પણ આ ફિલ્મની મજા માણશે.”
ફિલ્મના નિર્માતા રોની સ્ક્રૂવાલાએ કહ્યું હતું કે, “સેમ બહાદુર મારાં માટે બહુ વિશેષ છે. જ્યારે હું ફિલ્મ ઉદ્યોગથી દૂર થયો હતો, ત્યારે આ ફિલ્મનો વિચાર મને આવ્યો હતો તથા હવે આ પ્રોજેક્ટનો ભાગ હોવા પર મને અતિ ગર્વની લાગણી છે. અનેક ઐતિહાસિક મહાનુભાવો ધરાવતા એક દેશમાં આપણે આ સ્ટોરીઓ રજૂ કરવાનું ઘણી વાર ભૂલી જઈએ છીએ. આ ફિલ્મ સાહસિક નાયક સેમ માણેકશૉની પ્રેરક જીવનકથા રજૂ કરવાનો અને દુનિયા સામે રજૂ કરવાનો મારો પ્રયાસ છે. ZEE5 સાથે આ ફિલ્મના વર્લ્ડ પ્રીમિયર માટે જોડાણ કરવાનું આ સુંદર સ્ટોરીને એને ઉચિત પ્લેટફોર્મ પર રજૂ કરવાની શ્રેષ્ઠ તક છે. મને આશા છે કે, દર્શકો આ ફિલ્મ સાથે શરૂ કરેલી અમારી નોંધપાત્ર સફરની પ્રશંસા કરશે.”
ફિલ્મના નિર્દેશક મેઘના ગુલઝારે કહ્યું હતું કે, “આ જીવનકથા રજૂ કરતી ફિલ્મનું સર્જન મારાં માટે યાદગાર અનુભવ રહ્યો છે અને હું એને આશીર્વાદ સમાન ગણું છું. સેમ બહાદુરની ગાથા એને જોનાર તમામ માટે પ્રેરકરૂપ બનશે. શરૂઆતથી હું જાણતી હતી કે આ પાત્ર માટે વિકી કૌશલ સૌથી ઉચિત કલાકાર છે, જેણે અસાધારણ રીતે ઓતપ્રોત થઈને સંપૂર્ણ સમર્પણ સાથે પાત્રને ન્યાયને કર્યો છે.
હું દ્રઢપણે માનું છું કે, આદર્શો અને મહાનાયકો શાશ્વત છે અને જો કોઈ સત્ય, ન્યાય અને પ્રામાણિકતા સાથે જીવન જીવે છે, તો તેઓ ચિરસ્મરણીય બની શકે છે. મને ZEE5 દ્વારા બહોળા દર્શકો સુધી આ અત્યાર સુધી ન કહેવાયેલી સ્ટોરીને રજૂ કરવા પર ગર્વ છે અને મને આશા છે કે આ તેમની લાગણીનો પડઘો પાડશે, કારણ કે આ સ્ટોરી મારી અને સેમ બહાદુરની સંપૂર્ણ ટીમની લાગણીને રજૂ કરે છે.”
અભિનેતા વિકી કૌશલે કહ્યું હતું કે, “સેમ માણેકશૉનું પાત્ર ભજવવું અતિ ગર્વ અને સન્માન સાથે અસાધારણ આનંદની બાબત છે. આ પ્રકારનાં સાહસિક નાયક અને મહાનુભાવનું પાત્ર ભજવવું અતિ જવાબદારી ધરાવતું કામ છે તથા હું દર્શકોએ થિયેટરમાં રીલિઝ દરમિયાન જે પ્રેમ આપ્યો એનો આભાર માનું છું. ZEE5 પર ફિલ્મના ડિજિટલ પ્રીમિયર સ્ટોરીને બહોળા દર્શકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે એટલે મને 75મા પ્રજાસત્તાક દિવસ પર સેમ બહાદુરને રજૂ કરવા પર ગર્વ છે, જે આપણા દેશના અદમ્ય જુસ્સાને શ્રદ્ધાંજલિ છે. આ ફિલ્મ જ નથી, પણ દર્શકો સાથે એક યાદગાર ગાથાની વહેંચણી છે અને મને આશા છે કે, દર્શકો આ નોંધપાત્ર ગાથામાંથી પ્રેરણા મેળવશે.”