ગંભીર વાલ્વ્યુલર હૃદય રોગ ધરાવતાં 58 વર્ષીય દર્દીની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળ સર્જરી
રાજકોટ : એક 58 વર્ષીય પુરુષ દર્દીને થોડો શ્રમ કરવા પર શ્વાસ લેવામાં તકલીફ જણાતી હતી અને તેમના પગમાં પણ ઘણાં લાંબા સમયથી સોજો રહેતો હતો. તેઓ નિદાન અર્થે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા. ક્લિનિકલ ઇવેલ્યુએશન અને ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન બાદ, તેમને ગંભીર વાલ્વ્યુલર હૃદય રોગ હોવાનું નિદાન થયું.
તેમના નબળા કાર્ડિયાક ફંક્શનને જોતાં, તેમને સર્જીકલ ઇન્ટરવેનશન માટે હાઈ- રિસ્ક કેન્ડિડેટ માનવામાં આવ્યા. તેમની ડૉ. ચિંતન મહેતા, (કન્સલ્ટન્ટ-કાર્ડિયો વેસ્ક્યુલર થોરાસિક અને મિનિમલ ઇન્વેસિવ કાર્ડિયાક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) ની દેખરેખ હેઠળ સર્જરી કરવામાં આવી. Wockhardt Hospital Rajkot Dr. Chintan Mehta
ડૉ. ચિંતન મહેતા, (કન્સલ્ટન્ટ-કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક અને મિનિમલ ઇન્વેસિવ કાર્ડિયાક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ જણાવ્યું હતું કે, “જોખમો હોવા છતાં, ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ (DVR), ખાસ કરીને મિટ્રલ વાલ્વ રિપ્લેસમેન્ટ (MVR) અને એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ (AVR) સાથે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જટિલતાઓને ઘટાડવા માટે સાવચેતીપૂર્વક ઇન્ટ્રાઓપરેટિવ મેનેજમેન્ટ સાથે સર્જરી કરવામાં આવી હતી. દર્દીને સર્જરી દરમિયાન માત્ર ન્યૂનતમ સપોર્ટની જરૂર હતી, અને ત્યાં કોઈ ઇન્ટ્રાઓપરેટિવ કોમ્પ્લીકેશન્સ ન હતા, જે ટેક્નિકલ રીતે સફળ ઓપરેશનનો સંકેત આપે છે.”
સર્જરી બાદ દર્દીની રિકવરીમાં સુધારો જણાયો. સર્જરી બાદ દર્દીને ઇનોટ્રોપિક સપોર્ટ વિના બહાર લાવવામાં આવ્યા. ઓપરેશનના બીજા દિવસે, તેઓ હલન- ચલણ કરતાં થઇ ગયા અને ચેસ્ટ ડ્રેઇન દૂર કરવામાં આવ્યા. ચોથા દિવસ સુધીમાં તેમને જનરલ વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. ઓપરેશનના પાંચમા દિવસે દર્દીને રજા આપવામાં આવી અને તેઓ સ્વસ્થ થઇ ગયા. જે એક સફળ પરિણામ દર્શાવે છે.