Western Times News

Gujarati News

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા મીડિયા મિત્રો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

રાજકોટ : વર્લ્ડ હેલ્થ ડે નિમિતે 7મી એપ્રિલના રોજ વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા મીડિયા મિત્રો અને તેમના પરિવારજનો માટે ખાસ નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં ઈસીજી (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ), એફબીએસ- ફાસ્ટિંગ બ્લડ સુગર, લિપિડ પ્રોફાઇલ, 2D ઇકો/ TMT, કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટેશન વગેરે ચેકઅપ કરવામાં આવ્યા હતા. Wockhardt Hospitals, Rajkot organized a free health checkup camp for media friends

આ પહેલ દ્વારા, હોસ્પિટલે કૃતજ્ઞતાનો શક્તિશાળી સંદેશ મોકલીને પત્રકારમિત્રો માટે ખાસ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું કે જેઓ સમાજનો મુખ્ય ભાગ છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ આ ચેકઅપ કેમ્પમા વોકહાર્ટ હોપિટલ્સ, રાજકોટના સેન્ટર હેડ શ્રી મનીષ અગ્રવાલ સહિત સમગ્ર હોસ્પિટલ સ્ટાફ ખડેપગે રહ્યાં હતા. હેલ્થ ચેકઅપની સાથેસાથે ડૉ. વર્ષિત હાથી (કાર્ડિયોલોજિસ્ટ) અને ડૉ. શ્યામ કારિયા (ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ)નું ખાસ કન્સલ્ટિંગ સેશન પણ રાખવામાં આવ્યું હતું. અનુભવી ડોક્ટર્સની ટીમ દ્વારા તમામ પ્રકારના ચેક-અપ અદ્યતન સાધનો અને આધુનિક પદ્ધતિથી કરવામાં આવ્યા હતા.

ઘણીવાર પત્રકારો પોતાની વ્યસ્તતાના કારણે સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓનો સામનો કરે છે અને જેના કારણે ક્રોનિક સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે જેવા રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. તેઓ ઘણી વાર ડિપ્રેશનથી પણ પીડાય છે. તેમની ઇમ્યુનિટી સિસ્ટમ પણ ખોરવાઈ શકે છે અને તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે પૂરતો સમય આપી શકતા નથી. કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવું એ ઘણું જરૂરી બની જાય છે , તેથી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવા માટે આગળ આવી છે.

ફ્રી હેલ્થ ચેક-અપ અંગે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના સેન્ટર હેડ ડો. મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે, “પોતાના વ્યસ્ત સમયપત્રક માંથી સમય કાઢીને પત્રકાર મિત્રો તેમના પરિવારજન સાથે હેલ્થ ચેકઅપનો લાભ લઈ પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા અંગે પોતાનું ધ્યાન દોરી શકે છે. આ પ્રકારની પહેલ કોઈ એક વ્યક્તિને જ નહિ પરંતુ સમગ્ર સમાજના સ્વાસ્થ્ય પર અસર કરે છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે અમે હંમેશાથી દર્દીઓની સુખાકારી પાર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે જેથી સ્વસ્થ ભારત બનાવવામાં પોતાનું પૂરતું યોગદાન આપી શકીએ.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.