મહિલાનો દાવો: મારા પિતાએ ૫૦થી ૭૦ મહિલાઓની હત્યા કરી
અધિકારીઓના કહેવા અનુસાર ડોનાલ્ડ અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે મર્ડર કરનારા શખ્સો પૈકીનો એક હતો
વોશિંગ્ટન, અ્મેરિકામાં એક મહિલાએ પોતાના પિતા સિરિયલ કિલર હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે.
આ મામલો અમેરિકાના આઈઓવા રાજ્યનો છે.૪૫ વર્ષની મહિલા લ્યુસી સ્ટડીનુ કહેવુ છે કે મારા પિતા ડોનાલ્ડે ૫૦ થી ૭૦ મહિલાઓની હત્યા કરી હતી.ઉપરાંત બે પુરુષોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા.
ડોનાલ્ડ નુ જાેકે ૨૦૧૩માં ૭૫ વર્ષની વયે મોત થયુ હતુ.પોલીસ ડોનાલ્ડની પુત્રીનો દાવો સાચી માની રહી છે.અધિકારીઓના કહેવા અનુસાર ડોનાલ્ડ અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે મર્ડર કરનાર વ્યક્તિઓ પૈકીનો એક હતો.
ડોનાલ્ડની પુત્રીએ એક મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, ડોનાલ્ડ મહિલાઓને લાલચ આપીને ફાર્મ હાઉસ પર બોલાવતો હતો અને પછી ત્યાં તેમની હત્યા કરી નાંખતો હતો.એ પછી ૧૦૦ ફીટ ઉંડા કુવામાં મારી અને મારા ભાઈ બહેનો પાસે મહિલાઓની લાશો ફેંકાવતો હતો.
એવુ પણ મનાય છે કે, આ પૈકીની ઘણી મહિલા સેક્સ વર્કર હતી.ડોનાલ્ડની બે પત્નીઓ હતી અને ડોનાલ્ડ પહેલા જ તેમનુ મોત થઈ ચુકયુ હતુ. લુસીએ કહ્યુ હતુ કે, હું ઈચ્છુ છું કે જે જગ્યાએ મહિલાઓની લાશો ફેંકવામાં આવી હતી તેનુ ખોદકામ કરવામાં આવે અને મહિલાઓને સન્માનપૂર્વક દફનાવવામાં આવે.મારા પિતા આજીવન અપરાધી અને હત્યારા રહ્યા હતા.