Western Times News

Gujarati News

શાળાની બહાર ડ્રગ્સ ભેળવીને આઈસ્ક્રીમ વેચતી મહિલાની ધરપકડ

લ્યુસિયાના, નાના બાળકોને આઈસ્ક્રીમ ખુબ જ ભાવે છે અને બહાર ફરવા જાય ત્યારે આઈસ્ક્રીમ ખાવાની જિદ પણ કરતા હોય છે. આઈસ્ક્રીમનું વધારે પડતું સેવન ઘણી બીમારીઓને નોતરી શકે છે. જાે તમારા બાળકને પણ આઈસ્ક્રીમ ખુબ જ ભાવે છે તો આ ખબર તમારા માટે જ છે. woman arrested for selling ice cream mixed with drugs

જાણવા મળ્યું છે કે આઈસ્ક્રીમને વધુ ટેસ્ટી બનાવવા કે બાળકોને લત લગાડવા તેમાં ખતરનાક ડ્રગ્સ મિક્સ કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના લ્યુસિયાનામાં એક મહિલાની શાળાની બહારથી ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા ટ્રકમાં આઈસ્ક્રીમ વેચતી હતી.

મોટાભાગે બાળકો અહીં આઈસ્ક્રીમ ખાવા આવતા હતા. પોલીસને આઈસ્ક્રીમ ટ્રકમાંથી ખુબ જ ખતરનાક ડ્રગ્સ મળ્યા છે. અમેરિકાના લુઇસિયાનામાં સ્કુલની બહાર એક મહિલા ટ્રકમાં આઈસ્ક્રીમ વેચતી હતી. મળેલ માહિતી મુજબ પોલીસને મહિલાના ટ્રકમાંથી મેથામફેટામાઈન અને પૈરાફર્નેલિયા નામક ખુબ જ ખતરનાક ડ્રગ્સ મળી આવ્યા હતા.

એવો દાવો કરવામાં આવ્યો છે કે આઈસ્ક્રીમને વધુ ટેસ્ટી બનાવવા માટે મહિલા તેમાં આ ડ્રગ્સ મિક્સ કરતી હતી. આ મહિલા જે આઈસ્ક્રીમ ખરીદતી હતી તેમાં આ ડ્રગ્સ નાખતી હતી કારણ કે કંપનીઓ આ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ કરતી નથી.

આ ડ્રગ્સ એટલું ખતરનાક છે કે તે બાળકોના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર ડાયરેક્ટ એટેક કરે છે. મેથામફેટામાઈન એક ખુબ જ શક્તિશાળી અને ઉત્તેજક નશીલો પદાર્થ છે, જે કાચના ચમકદાર ટુકડા અથવા વાદળી-સફેદ ખડક જેવો દેખાય છે. આ તમારા મસ્તિષ્કમાં ડોપામાઈનની માત્ર વધારે છે.

ડોપામાઈન મસ્તિષ્કમાં બનતું એક એવું કેમિકલ છે જે એક્સાઈટમેંટ અને ખુશીની ભાવનાઓ પેદા કરે છે. આના કારણે જ લોકોને મેથામફેટામાઈનની લત લાગી જાય છે અને તે પોતાને એક્સાઈટેડ અને એનર્જેટિક રાખવા માટે આનો ઉપયોગ કરવા લાગે છે. આ જ કારણે આ મહિલા પણ મેથામફેટામાઈનનો ઉપયોગ કરતી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ૪૨ વર્ષીય તમિશા મોરીન વિશે ત્યાંના જ એક શખ્સે જાણ કરી હતી. આ શખ્સને એવી શંકા થઈ હતી કે આ મહિલા આઈસ્ક્રીમ સાથે નશીલા પદાર્થો પણ વેચી રહી છે. ત્યારથી પોલીસને આ મહિલાની તલાસ હતી. પોલીસે કહ્યું કે, હંમેશાની જેમ બાળકોને સુરક્ષિત રાખવા અમારી જવાબદારી છે. મહિલા પાસે ખતરનાક નશીલા પદાર્થો હતા,

જેનાથી બાળકોનું જીવ પણ જઈ શકતું હતું. અમે મહિલાની ધરપકડ કરી છે અને તેનું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. હવે તે ક્યારેય આઈસ્ક્રીમ નહીં વેચી શકે. અમે દરેક આઈસ્ક્રીમ વેચનારની તપાસ કરીશું. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.