Western Times News

Gujarati News

50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ: પતિ જેલમાં કાપી રહ્યો છે સજા

પ્રતિકાત્મક

પોલીસે ડ્રગ્સનો વેપાર કરતી એક મહિલાને ઝડપી પાડી-મહિલાનો પતિ ઇસ્માઇલ મુંબરખ શેખ પણ ડ્રગ્સમાં ઝડપાયો હતો.

સુરત,  સુરતમા પોલીસે ડ્રગ્સનો વેપાર કરતી મહિલાને ઝડપી પાડી છે. મહિલા પાસેથી ૫૦૭ ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનો પતિ નાર્કોટેક્સના ગુનામાં લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે. જેથી મહિલાએ પતિની જેમ ડ્રગ્સ વહેંચવાનું શરૂ કરતા જ પોલીસના હાથે ઝડપાઇ છે. Woman arrested with MD drugs worth 50 lakhs:

સુરતમા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાય છે. પોલીસ સતત ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવી આરોપીઓ સામે ગાળિયો કસી રહી છે. સુરતની ર્જીંય્ પોલીસ દ્વારા બાતમીના આધારે એક મહિલાને ત્યાં રેડ કરી ૫૦૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. હીના નામની મહિલા ડ્રગ્સ વહેંચતી હોવાની પોલીસને બાતમી મળી હતી.

જેથી પોલીસે તાત્કાલિક જ એક્શનમાં આવી મહિલાને ત્યાં રેડ કરી હતી. રેડ દરમ્યાન હિના નામની મહિલા પાસેથી ડ્રગ્સ ઝડપાતા પોલીસે મહિલાની ધરપકડ કરી ડ્રગ્સ નો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે મહિલાનો પતિ ઇસ્માઇલ મુંબરખ શેખ પણ ડ્રગ્સમાં ઝડપાયો હતો. જેથી હાલ તે લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારબાદ તેમની પત્ની હિનાએ ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો હતો. હીના મુંબઇથી સાહિલ ગોસાઈ પાસેથી ડ્રગ્સ મંગાવી સુરત લાવી ડિલિવરી કરતી હતી.

જેથી પોલીસે સાહિલ તેમજ મુંબઇથી સુરત ડ્રગ્સ લઈ આવતા વસીમને પણ ઝડપી પાડયા હતા. હીનાના પતિ અગાઉ હત્યા, હત્યાની કોશિશ તેમજ ડ્રગ્સના ગુના પણ નોંધાયા છે. જેને પગલે લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે. હાલ પોલીસે હિનાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત સુરત પોલીસે અત્યાર સુધી ૧૫ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સાથે જ ૨૫૭ આરોપીઓ પણ ઝડપી પાડયા છે. સાથે જ સુરત પોલીસે બાતમીના આધારે સુરત બહારના પણ ૧૨૭ જેટલા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.

સુરત પોલીસે ડ્રગ્સના દુષણને ડામવા શરૂ કરેલી મુહિમમાં અત્યાર સુધી પોલીસે સઘન કાર્યવાહી કરી હતી. મહિલાનો પતિ ઇસ્માઇલ મુંબરખ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ડ્રગ્સના ગુનામાં લાજપર જેલમાં સજા કાપી રહ્યો છે. પતિ જેલમાં ગયા બાદ હીનાએ ડ્રગ્સનો ડ્રગ્સનું કારોબાર શરૂ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે હીનાની પણ ધરપકડ કરી જેલના પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.