પરિવાર અંતિમ સંસ્કારની તૈયારી કરતો ત્યાં મહિલા ઊભી થઈ

(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા. અહીં એક મહિલા લાંબા સમયથી બિમાર હતી. તેને મેડિકલ કોલેજમાં ભરતી કરાવી હતી. મહિલાના દીકરાઓને લાગ્યું કે, માતાનું મોત થઈ ગયું છે તો તેને એમ્યુલન્સમાં નાખીને ઘરે લઈ આવ્યા. Woman came alive after doctor declared her dead in Devaria Uttar Pradesh.
જાે કે ઘરે પહોંચે તે પહેલા ઘરે જાણ થઈ ગઈ કે, માતાનું મોત થઈ ગયું છે. એટલું સાંભળતા જ ઘરમાં માતમ છવાઈ ગયો. સગા સંબંધીઓને પણ સૂચના આપી દેવામાં આવી. ઘરમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરુ થઈ ગઈ. આ તમામની વચ્ચે મહિલા એમ્બ્યુલન્સમાં ઉઠીને બેસી ગઈ. આ નજારો જાેઈ પરિવાર અને આજૂબાજૂના લોકો ચોંકી ગયા હતા.
મહુઆડીહ પોલીસ ચોકીના બેલવા બજાર ગામની રહેવાસી મીના દેવી (૫૫)ને શ્વાસની ગંભીર બિમારી હતી. સોમવારે તેમની તબિયત ખરાબ થતાં પરિવારના સભ્યો તેમને સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા, જ્યાં ડોક્ટર્સે તેમને જિલ્લા હોસ્પિટલે મોકલ્યા. ત્યાં કંઈ સુધારો ન થતાં બીઆરડી મેડિકલ કોલેજ ગોરખપુર રેફર કરી દીધા. મેડિકલ કોલેજમાં આઈસીયૂમાં ભરતી કર્યા. ડોક્ટર્સે મહિલાને લઈ જઈ સેવા કરવાની વાત કહી રજા આપી દીધી.
મીના દેવીનો દિકરો ટિંકૂ પોતાની માતાને એમ્બ્યુલન્સ લઈને ઘરે જઈ રહ્યો છે. રસ્તામાં તેને લાગ્યું કે, તેમના માતાના શ્વાસ થંભી ગયા અને ઘરવાળાઓને મરી ગયા હોવાના સમાચાર આપ્યા. તેના પર ઘરમાં માતમ છવાઈ ગયો. પરિવારે મીના દેવીના અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયા.
ગાડી ઘરે પહોંચી અને પરિવારના સભ્યો રડતાં હતા. તે જ સમયે મહિલા ખાંસતા ખાંસતા ઉઠીને બેસી ગઈ. આ જાેઈને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ગયા. ત્યાર બાદ તો પરિવારના સભ્યોએ મહિલાને હોસ્પિટલમાં પાછા લઈ ગયા હવે આ મહિલાની તબિયત સારી હોવાનું કહેવાય છે.