Western Times News

Gujarati News

ઓલિવ ઓઈલ શાવર જેલમાં રાંધ્યું મહિલાએ ચિકન

વીડિયોને મળ્યાં લાખો વ્યૂઝ –રાંધવામાં મહિલાઓ ક્યારેક ગંભીર ભૂલ કરી નાખતી હોય છે, એક મહિલાએ આવી એક ભૂલ કરી નાખી

નવી દિલ્હી,એક મહિલાએ ભૂલથી ખાવાના તેલને બદલે શાવર જેલમાં ચિકન બનાવી દીધું ખાવા બેઠા ત્યારે ખબર પડતાં પરિવારની તબિયત બગડી હતી. રાંધવામાં મહિલાઓ ક્યારેક ગંભીર ભૂલ કરી નાખતી હોય છે. એક મહિલાએ આવી એક ભૂલ કરી નાખી. તેણે ભૂલથી ખાવાના તેલને બદલે શાવર જેલમાં ચિકન વઘાર્યું હતું. એ તો જ્યારે તેની છોકરી ખાવા બેઠી ત્યારે આ ગોટાળો સામે આવ્યો હતો. જ્યારે ખાવાનું તૈયાર થઈ ગયું અને મહિલાની દીકરીએ આ વાનગીનો સ્વાદ ચાખ્યો, ત્યારે તેને ઉલટી થઈ! પછી જ્યારે તેણે તેલની બોટલ પર લખેલી માહિતી વધારી તો તેના હોશ ઉડી ગયા.

કામેરોન નામની મહિલાએ હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે પોતાની માતા દ્વારા બનાવવામાં આવેલી ખાસ ડિશ વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે હાલમાં જ તેની માતાએ ટસ્કન ચિકન નામની ડિશ બનાવી હતી. આ માટે તેણે ઓલિવ ઓઈલ એટલે કે રસોઈનું તેલ ઓનલાઈન મંગાવ્યું હતું.

ઉપર લખ્યું હતું – “પ્યોર ગ્રીક ઓલિવ”. કેમરુને કહ્યું કે તેની માતાએ કલાકો સુધી મહેનત કરીને તે ડિશ તૈયાર કરી હતી. તે બનાવીને તે ખૂબ જ ખુશ હતી. પણ મારી માએ બહુ મોટી ભૂલ કરી. બન્યું એવું કે માતાએ બોટલ પર લખેલી આખી માહિતી વાંચી ન હતી. તેમાં લખ્યું હતું – પ્યોર ગ્રીક ઓલિવ શાવર જેલ. એટલે કે, તે નહાવાની જેલમાંથી રસોઈ બનાવતી હતી અને તેમાંથી તે વાનગી તૈયાર કરવામાં આવી હતી. જ્યારે માતાને આ વાતની જાણ થઈ તો તે ખૂબ નિરાશ થઈને રસોડામાંથી નીકળી ગઈ.

પછી કેમેરોને એકવાર તે વાનગીનો સ્વાદ ચાખ્યો અને તેને ઉબકા આવ્યા. તેમાં સાબુનો સ્વાદ હતો. જોકે તેનો લુક કમાલનો લાગતો હતો. કેમરૂને આ અંગે ઓનલાઇન ફરિયાદ કરી હતી, ઘણા લોકોએ તેના વીડિયો પર કોમેન્ટ કરી હતી. કેટલાક લોકોએ કહ્યું કે છોકરીની માતાનું ગુસ્સે થવું વ્યાજબી છે, જ્યારે તમે કોઈ વસ્તુ આટલી સખત કરો છો, અને તે આ રીતે બગડે છે, તો પછી તે ખરાબ લાગે છે. સાથે જ એકે કહ્યું કે ગ્રેવીમાં સાબુ છે એટલે કે વાસણ ધોવામાં આવ્યા હશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.