કોલોન કેન્સરની રોબોટે સર્જરી કરતાં મહિલાનું મોત
મહિલાના પતિએ કંપની સામે બેદરકારી, પ્રોડક્ટ લાએબિલિટી, ડિઝાઈનની ડિફેક્ટ, જોખમનો ખુલાસો ન કરવો, કોન્સોર્ટિયમની હાનિ અને દંડાત્મક નુકસાન માટે કંપની વિરુદ્ધ કેસ કર્યો છે અને ૭૫,૦૦૦ ડોલરના વળતરની માંગણી કરી છે.
(એજન્સી) નવી દિલ્હી, ટેક્નોલોજી માણસ પર ભારી પડી શકે છે. તેનું તાજેતરનું ઉદાહરણ ફ્લોરિડોમાં જોવા મળ્યુ છે જેણે લોકોને વિચાર કરવા પર મજબૂર કરી દીધા છે. ત્યાં એક વ્યક્તિએ એક મેડિકલ મેન્યુફેક્ચરર કેસ કર્યો છે દાવો કર્યો છે કે તેના ડિવાઈસે કોલોન કેન્સરના ઈલાજની પ્રક્રિયા દરમિયાન તેની પત્નીના અંગો પર છેદ કરી દીધા હતા જેના પરિણામે તેનું મૃત્યુ થઈ ગયુ હતું.
એક અહેવાલ પ્રમાણે હાર્વે સુલ્ટઝર નામના આ વ્યક્તિએ ૬ ફેબ્રુઆરીના રોજ ઈન્ટ્યુટિવ સર્જિકલ (આઈએસ) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે કંપનીના સર્જિકલ રોબોટ દ્વારા કરવામાં આવેલી સર્જરી બાદ તેની પત્નીને સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓનો સામનો કરવો પડ્યો હતો. કેસ પ્રમાણે હાર્વેની પત્ની સેંડ્રાએ ડા વિંચી રોબોટ જે એક રિમોટ-નિયંત્રિત ડિવાઈસ છે
તેનો ઉપયોગ કરી પોતાના કોલોન કેન્સરના ઈલાજ માટે સપ્ટેમ્બર ૨૦૨૧માં બેપટિસ્ટ હેલ્થ રેટન ક્ષેત્રીય હોસ્પિટલમાં એક ઓપરેશન કરાવ્યુ હતું. આ રોબોટ અંગે કંપની દ્વારા એક એડવર્ટાઈઝ આપવામાં આવી હતી જેમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે, જે કામ ડોક્ટર ન કરી શકે તે કામ આ રોબોટ સરળતાથી કરી શકે છે. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોબોટે મહિલાના નાના આતંરડામાં એક છેદ કરી નાખ્યો હતો
જેના કારણે કેટલીક વધારાની સર્જરી પણ કરાવવી પડી હતી. જોકે, આ તમામ પ્રક્રિયાઓ બાદ મહિલાના પેટમાં સતત દુઃખાવો રહેતો હતો અને તેને તાવ પણ રહેતો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૨માં તેમનું મોત થઈ ગયું હતું. મહિલાના પતિએ કંપની સામે બેદરકારી, પ્રોડક્ટ લાએબિલિટી, ડિઝાઈનની ડિફેક્ટ, જોખમનો ખુલાસો ન કરવો, કોન્સોર્ટિયમની હાનિ અને દંડાત્મક નુકસાન માટે કંપની વિરુદ્ધ કેસ કર્યો છે અને ૭૫,૦૦૦ ડોલરના વળતરની માંગણી કરી છે.