Western Times News

Gujarati News

પતિ અને પુત્રને પોલીસે જેલભેગા કર્યા તો મહિલા ડિરેક્ટરે ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ કર્યુ

અંદાજે લોકોના દસેક રોડ રૂપિયા દૈનિક બચતના નામે ઉઘરાવ્યા બાદ બેંકમાંથી ઉપાડી લઈને નાસી ગયા

પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી કૌભાંડમાં મહિલા ડાયરેકટરની ધરપકડ -અગાઉ પતિ અને પુત્રને પકડીને પોલીસે કર્યા હતા જેલ હવાલેઃ મહિલાના આગોતરા જામીન પણ થયા હતા નામંજૂર

પોરબંદર, પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોના અંદાજે આઠથી દસ કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા. આ બનાવમાં સોસાયટીના મેનેજર તેના પુત્ર અને પત્ની સામે ફરિયાદ થઈ હતી.

તે પૈકી અગાઉ મેનેજર અને તેના પુત્રની ધરપકડ કરી લીધા બાદ જેલહવાલે થયા હતા અને તેના ત્રણ મહિના પછી હવે મેનેજરની પત્ની એવી બ્યુટીપાર્લર ચલાવતી અને એ જ સોસાયટીની ડાયરેકટરની પણ પોલીસે ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી છે.

પોરબંદરના વાડીપ્લોટમાં શાકમાર્કેટ બહાર જલારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી શરૂ કરીને તેના મેનેજર સંજય દાવડા સહિત પુત્ર મનન દાવડાએ લોકોની મરણમુડી સમા અંદાજે દસેક રોડ રૂપિયા દૈનિક બચતના નામે ઉઘરાવ્યા બાદ બેંકમાંથી ઉપાડી લઈને નાસી ગયાના બનાવમાં પોલીસે જાન્યુઆરી મહિનામાં મનન દાવડાની ધરપકડ કરીને રિમાન્ડ લઈ જેલ હવાલે કર્યો હતો.

ત્યારબાદ તેના પિતા એટલે કે મેનેજર સંજય દાવડાની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તેને પણ જેલહવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પત્ની સપના દાવડાએ આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ તે નામંજૂર થઈ હતી અને ત્યારથી તે પોલીસના હાથ આવી ન હતી.

પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના મેનેજર સંજય દાવડાની પત્ની સપના દાવડા તેમાં ડાયરેકટર હતી અને વાડી પ્લોટમાં તેણે વર્ધમાન સામે ક્રિમન બ્યુટી પાર્લર શરૂ કર્યું હતું ત્યારે એવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે કે અમુક યુવતીઓ અને મહિલાઓ પાસેથી હેર ટ્રીટમેન્ટ સહિત અલગ-અલગ ટ્રીટમેન્ટના નાણાં એડવાન્સમાં લીધા હતા અને તે ફરાર થઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.