મહિલા ડોક્ટરની બર્થડે પાર્ટીમાં દારૂની ખાલી બોટલો મળીઃ 12ની પૂછપરછ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી દારુની મહેફિલ માણતા ૪ મહિલા ૧૨ શખ્સોને પોલીસે ઝડપ્યા છે. આ અંગે અમદાવાદના જ એક ડીસીપીએ પાડોશમાં જ દારુની આ મહેફિલ ચાલી રહી હોવાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમને કરી હતી. જેથી પોલીસ હરકતમાં આવી હતી.
હાલ વસ્ત્રાપુર પોલીસે દારુની ખાલી બોટલો અને મોબાઇલ ફોન સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તેમજ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ડોક્ટર મિત્રો મહિલા મિત્રની ગેટ ટુ ગેધર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. જાેકે આ અંગેની હકીકત પડોશમાં રહેતા અને ડીસીપી ઝોન-૫ પોલીસ અધિકારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ તત્કાલ હરકતમાં આવી હતી. આ મહેફિલ વસ્ત્રાપુરના અનિક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતી હોવાથી પોલીસે દરોડો પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને મળેલી માહિતી આધારે અનિક એપાર્ટમેન્ટના ફ્લેટનો દરવાજાે ખખડાવી પોલીસની ટીમ ફ્લેટમાં પ્રવેશતા જ અંદરનું દ્રષ્ય જાેઇને ચોંકી ઉઠી હતી. ફ્લેટમાં ૪ મહિલા સહિત ૧૨ શખ્સ મળી આવ્યા હતા.