શાહીબાગમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી બંગડીઓની લૂંટ ચલાવી મહિલા પલાયન
નવી દિલ્હી, શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા વૃદ્ધા બપોરે એકલા હતા ત્યારે એક મહિલા આવી હતી અને ઘરકામ માટે પૃચ્છા કરી હતી.
જો કે, તે સમયે વૃદ્ધાએ ના પાડી હતી. તેથી બપોર બાદ મહિલા ફરી આવી હતી અને ચાકુની અણીએ સોનાની બંગડીઓની લૂંટ ચલાવી મહિલા પલાયન થઇ ગઇ હતી. આ મામલે શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.
શહેરના શાહીબાગ વિસ્તારમાં સુમિતભાઇ શ્રીકૃષ્ણ જગનાની પરિવાર સાથે રહ છે અને કપડાંનો વેપાર કરે છે. સુમિતભાઇના પિતા તેમને ધંધાના કામમાં મદદ કરે છે જ્યારે માતા ઘરકામ કરે છે. સુમિતભાઇના માતા-પિતાએ ઘરે જમવાનું બનાવવા માટે અલગ અલગ નોકર રાખેલા છે.
ગઇકાલે સુમિતભાઇ પોતાના ઘરે હાજર હતા ત્યારે માતા રાધાબહેને ફોન કરી જણાવ્યું હતું કે, આજે બપોરે હું એક વાગ્યે ઘરે એકલી હાજર હતી ત્યારે એક સ્ત્રી લાલ કલરની સાડી પહેરી આવી હતી અને મોઢે દુપટ્ટો બાંધેલો હતો તે સ્ત્રીએ ડોર બેલ વગાડતા મેં દરવાજો ખોલ્યો હતો.
સ્ત્રીએ જણાવ્યું હતું કે, તમારે ઘરકામ કરાવવાનું છે, તેથી મેં ના પાડતા તે સ્ત્રી જતી રહી હતી. બાદમાં બપોર પછી ફરીથી તે જ સ્ત્રી ઘરે આવતા રાધાબહેને દરવાજો ખોલ્યો હતો.
જેથી અજાણી સ્ત્રી બળજબરીપૂર્વક તેમને રસોડામાં લઇ ગઇ હતી અને હાથમાં ચાકુ રાખી કહ્યું હતું કે, બંગડીઓ કાઢી આપી દો. જો કે, રાધાબહેને બંગડીઓ આપી ન હતી. જેથી અજાણી સ્ત્રીએ બંગડીઓ ઝપાઝપી કરી કાઢી લીધી હતી.
આ સમયે ઝપાઝપી થતા ચાકુની ધાર આંગળી પર વાગી જતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. બંગડી લઇ સ્ત્રી પલાયન થઇ ગઇ હતી. આ મામલે જાણ કરાતા શાહીબાગ પોલીસ આવી હતી. સુમિતભાઇએ અજાણી સ્ત્રી સામે ઘાડ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.SS1MS