સ્ત્રીઓમાં ગર્ભધારણમાં થતી સમસ્યા: ઈનફર્ટિલિટી
સ્ત્રીને મુંજવતી ઈનફર્ટિલિટી- ગર્ભધારણમાં થતી સમસ્યાઓનોં આયુર્વેદિક ઉપચાર જોઈએ. જયારે કોઈ પણ યુગલના લગ્નજીવનના ૨-૩ વર્ષ પૂરા થઈ જાય અને છતાં પણ ગર્ભધારણ ના થાય તો યુગલ વચ્ચે ચર્ચાતી સમસ્યા ધીમે ધીમે કૌટુંબિક અને સમયાંતરે સામાજિક સમસ્યા થઈને ઉભરે છે. વંધ્યત્વ એ દેખીતી રીતે રોગ નથી.
બાહ્ય રીતે પતિ-પત્ની બંને તંદુરસ્ત જીવન ગાળતા હોય છે . અને છતાં પણ અંદર આ સમસ્યા બન્ને કોરી ખાય છે . આખરે તેઓ માનસિક રીતે પડી ભાંગે છે. અને વંધ્યત્વ એક એવી સમસ્યા છે કે જેનો ઉકેલ ના આવે તો કુટુંબને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે. તો સંતાન ઝંખતી સ્ત્રીઓ માટે આયુર્વેદિક ઉપચાર જેવા કે.
ગર્ભધારકવટી: ભોંયરીંગણીના પંચાંગનું ઘન, ગળો ઘન, બિજોરાં આસન તાજા શિવલિંગના બીજ, જેઠીમધ, ભોંયકોહરું, ગળોસત્વ, મોગરાના મૂળ, લજામણીના મૂળ, વરધારાના મૂળ, એલચીના દાણાં, પ્રવાલ પિષ્ટી, સુવર્ણ માકશીક ભસ્મ, કમળનું કેસર, ગોપીચંદન, ચાંદીના વરખ, શિલાજીત, શુદ્ધ ગુગળ ઉકાળી ગાળી નિચોવેલા ઘન, આ ઘન સિવાય દરેકને વાટી વસ્ત્રગાળ કરી ભસ્મો મેળવવી પછી. વરખ મેળવ્યા બાદ ગુગળને ગાયના દૂધમાં ઘૂંટી એકરસ કરવો તેમાં શિલાજીત મેળવવું પછી બધાને બે જાતના ઘન સાથે મેળવી સારી રીતે ઘૂંટી ચણીબોર જેવડી ગોળી કરવી.
ઉપયોગ: સંતતિ ન થતી હોય , બાળક અધૂરા માસે આવતું હોય, છોડ હોય, અથવા રતવા હોય. બાળક જીવતું ન રહેતું હોય અને ગર્ભાશયના કોઈપણ રોગ હોય તો તેને સુધારી રોગ રહિત કરે છે. ગર્ભનું પોષણ કરે છે. ફીટ ગભરામણ અને ચક્કર પણ મટાડે છે આ વટી પવિત્ર થઈને ગાયના દૂધ સાથે લેવી.
સ્ત્રીઓની વંધ્યત્વની સમસ્યા માટે ખૂબજ સફળ પુરવાર થયેલ દવાઓ વિશે જણાવું છું આ દવાઓથી વંધ્યત્વ, ગર્ભસ્ત્રાવ, ઋતુચક્ર સાફ ન આવવું, ગર્ભ ન રહેવો, મરેલુ બાળક આવતું હોય, તો તે મટી સ્ત્રી ગર્ભધારણ કરે છે. 40 વર્ષની ઉપરની સ્ત્રીઓના વંધ્યત્વમાં પણ આ દવાઓ અકસીર પુરવાર થઇ છે. લક્ષણો કેટલા પ્રમાણમાં છે તે ઉપરથી દવાઓનું સેવન કરવાનું કહેવામાં આવે છે.
દવાના મુખ્ય ઘટક દ્રવ્યો: પુત્રજીવકના બીજ, બીજોરાના બીજ, કમળકાકડી, અશ્ર્વગંધા, જેઠીમધ, ત્રિફળા, દેવદાર, ઉલટકમલ, શિવલીંગનાબીજ, બંગભસ્મ, લોહભસ્મ,પારસ પીપળાના બીજ, સુખડ, નાગકેસર (અસલી), સરપંખો, ભસ્મોને જુદી રાખી વનસ્પતિઓનું બારિક ચૂર્ણ કરી સર્વ સાથે મેળવીને નીચેની ચીજોના રસ કે કવાથની એક-એક ભાવના દેવી. ગુણધર્મો: સ્ત્રીબીજનું ઉત્પાદન વધારી સમયસર ઓવરીમાંથી બહાર પાડે. સરવાઇકલ મ્યુકસને પાતળું બનાવે. જેથી શુક્રાણુ સહેલાઇથી ગર્ભાશયના મુખ સુધી પહોંચી સ્ત્રીબીજ ન બનતું હોય્ય તેવી સ્ત્રીઓમાં આ ગોળીમાં રહેલ બીજોરાના બીજ સ્ત્રીબીજ બનાવવા સહાયભૂત થાય છે. ગર્ભાશયની આકુંચન સંકુચનની ક્રિયાને ગતિમય બનાવે (ગર્ભાધારણ થતાં પહેલા)
જેથી, સ્ત્રીબીજ, પુરુષબીજ આસાનીથી ફળદ્રુપ બની શકે ગર્ભના ધારણ થયા પછી ગર્ભાશયની ક્રિયા નિયમિત રાખે.આમ કરતાં ગર્ભાશયમાં જવા માટે શુક્રાણુના માર્ગમાં જે અવરોધ હોય તેને દૂર કરે છે. આ ઔષધના ઘટક દ્રવ્યોનું એટલુ સુંદર સંયોજન કરેલુ છે કે ગર્ભાધારણ થવા માટેના ચારેય ક્ષેત્રમાં તે ઉપયોગી નિવડે છે. પિટ્યુટરીગ્રંથીના અંતસ્ત્રાવને પણ સપ્રમાણ બનાવે અને લોહીમાં ફરતા અયોગ્ય તત્વોને દૂર કરી પોતાની કાર્યશિલતા વધારે છે.
ઘણી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ, આર્તવદોષમાં જ તકલીફ હોય છે. તે પણ આ ટીકડીનુ સેવન, ઉલટકમલના કવાથ સાથે વૈધની સૂચના મુજબ કરવાથી ચોક્ક્સ લાભ થાય છે. અને LH, FSH તથા ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના લેવલને પણ રક્તમાં સપ્રમાણીત રાખે છે. શ્વેતપ્રદર, રક્તપ્રદર, પાડુંતા સ્ત્રીઓને વારંવાર થતો ગર્ભપાત વગેરે કારણો માટે પણ આ ટીકડીના સેવનથી જરૂર ગર્ભધારણ થાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન કોઇ તકલીફ રહેતી નથી.
સ્પેસ્યલ રસાયણ: જ્યંતી (અરણી) , ના રસ અને ગંધકના યોગથી બનાવેલી મોટી ભસ્મ ૧ તોલો ગંધકના યોગથી મારિત સુવર્ણ ભસ્મ ૨ તોલા , કાંત લોહ ભસ્મ ૩ તોલા , અભ્રખ સત્વ ભસ્મ ૪ તોલા, શુદ્ધ ગન્ધક અને ફુલાવેલો ટન્કણખાર ૪-૪ તોલા મેળવી આદુના રસમાં ૨૦ દિવસ ખરલ કરવું, (આદુનો સ્વરસ ૨-૩ કલાક પડી રહે ત્યારે નીચે સફેદ સત્વ બેસી જાય છે. પછી સંભાળપૂર્વક ઉપરથી પાતળું પ્રવાહી ગાળીને ઉપયોગમાં લેવું) પછી સર્વ ચુર્ણના સમાન શુદ્ધ પર અને ગન્ધકની પર્પટી મેળવી બકરીના દૂધમાં એક દિવસ ખરલ કરી ૨-૨ રતિની ગોળીઓ બનાવી લેવી.
માત્રા: ૨-૨ રતિ દિવસમાં એકવાર મધ અને પીપર સાથે લેવી. ઉયોગ: આ રસાયણ શીતવર્ય નિર્બળતાનાશક અને આયુષ્યવર્ધક છે, સ્મરણશક્તિ વધે છે. આનl સેવનથી વઁધ્યને પુત્રપ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓના નગોદર અને ઉપવિષ્ટક ( ગર્ભાશયના ગર્ભ સુકાય જવો અથવા ચોંટી જવો) ને જલ્દી દૂર કરે છે. સગર્ભાના સર્વરોગોને દૂર કરીને ગર્ભને બળવાન બનાવે છે. અનુપાન, વાંસકપૂર માખણ અને પસાકર સાથે.
ગર્ભધારક યોગ: રસસિંદૂર, જાયફળ, જાવન્તરિ, લવિંગ, કપૂર, કેસર અને રસવંતી એ બધાને સરખે ભાગે મેળવી શતાવરીના ક્વાથમાં ત્રણ દિવસ ખરલ કરી ૧-૧ રતિની ગોળીઓ બનાવી લેવી.
ઉપયોગ: માસિકધર્મ આવ્યા બાદ ચોથા દિવસમાં ૨ વાર ૩ દિવસ સુધી ૧ થી ૨ ગોળી ખાયને ઉપર દૂધ પીવું આ પ્રકારે ૩ ઋતુપર્યન્ત ખાવાથી ગર્ભધારણ થઈ શકે છે.
સનતાનકારક ઉપાયો : બલદાણા, સાકર, જેઠીમધ, ખપાટ, વડવાઈના અગ્રના કુણા ભાગ અને નાગકેસર ને મધ, દૂધ તથા ઘીમાં વાટી પીધા હોય તો વાંઝણી સ્ત્રી પણ અવશ્ય પુત્રને પ્રસવે છે. ઋતુ પછી નાહેલી સ્તર પુષ્ય નક્ષત્રમાં કાઢેલા ધોળી ભોરીંગણીના મૂળને કુંવારી કન્યાના હાથે દૂધમાં વટાવી જો પીવે તો તે અવશ્ય ગર્ભધારણ કરે છે. પીળા ફુલવાળા ખાટાં એશળિયાના મૂળ, ધાવડીના ફૂલ, વડવાઈના કુણા અગ્રભાગ અને કાળા કમળને દૂધમાં વાટી જો પીવાય તો અવશ્ય તે ગર્ભ આપે છે. કૌચાના મૂળ અને કાંઠાનો ગર્ભ દૂધમાં ઘૂંટી આપવાથી ગર્ભ ધારણમાં મદદ કરે છે.
શિવલિંગ, ભલભીંગ, પારસ પીપળો એ દરેક અડધો તોલો, જીરું એ એક તોલો, બદામ બે તોલા , સાકર ચાર તોલા, સર્વને ભેગા કરી તેની લાડુડી કરવી આ લાડુડી ગર્ભધારણ કરવા માટે ઉપયોગી છે. ગર્ભ પડી જતો હોય તો તેનું સ્તમ્ભન કરવામાં તે કામ લાગે છે. ગર્ભ વારંવાર પડી જતો હોય તો, ગર્ભધારણ થવામાં તકલીફ રહેતી હોય તો આ યોગ શક્તિવર્ધક હોવાની સાથે સાથે ગર્ભધારક કરાવનાર યોગ પણ છે.