Western Times News

Gujarati News

રાજકોટ રેલવે સ્ટેશન પર મહિલા-સગીર ૧૯.૮૯ લાખના ડ્રગ્સ સાથે ઝડપાયા

નવી દિલ્હી, રાજકોટ રેલવે સ્ટેશન પર ચેકિંગ દરમિયાન રેલવે એસોજીની ટીમે જામનગરમાં રહેતી મહિલા અને સગીરને પિયા ૧૯.૮૯ લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસે આ બંને શખસોની પૂછતાછ કરતા જામનગરમાં રહેતા શખસે બંનેને દુરંતો એકસપ્રેસની ટિકિટ આપી તેમજ એક ટ્રીપના પિયા ૧૦,૦૦૦ ની લાલચ આપી મુંબઈના શખસ પાસેથી ડ્રગ્સનો આ જથ્થો લાવવા માટે કહ્યું હોવાનું માલુમ પડું હતું.

જેથી પોલીસે આ બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેલવે એસઓજીના પીઆઇ વી.એન.સીંગરખીયાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, હિતેશભાઈ, એલસીબીના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, મહિલા કોન્સ્ટેબલ ભાવનાબેન, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ, કોન્સ્ટેબલ વનરાજભાઈ સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશન પર તપાસમાં હતો.

દરમિયાન દરમિયાન પ્લેટફોર્મ નંબર ૧ જય માતાજી ટી સ્ટોલ પાસે દુરંતો એકસપ્રેસ ટ્રેન આવી ઉભી રહેતા તેમાંથી એક મહિલા તથા એક સગીર ઉતર્યા હોય જેની હિલચાલ શંકાસ્પદ જણાતા મહિલા કોન્સ્ટેબલ ભાવનાબેનને બોલાવી આ બંનેને રોકી આ મહિલાની પૂછપરછ કરતા તેનું નામસેતા યાસ્મીન અનવરભાઈ (ઉ.વ ૪૦ રહે. હાલ સૈયદી હોટલની પાછળ આવાસ કવાર્ટર, ગોલ્ડન સિટીની બાજુમાં જામનગર) હોવાનું જણાવ્યું હતું.તેની સાથે રહેલ સગીર પણ જામનગરનો વતની હોવાનું માલુમ પડું હતું.

પોલીસે મહિલાની અગં જડતી લેતા તેની પાસે એક નાસ્તો તેમજ બ્લેન્કેટ હોય પરંતુ તેની નીચે કાળા પ્લાસ્ટિકના ઝબલામાં સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં શંકાસ્પદ પાવડર જણાતા આ બાબતે એફએસએલ અધિકારી સાથે પરીક્ષણ કરાવી તેનો અભિપ્રાય લેતા આ શંકાસ્પદ પદાર્થ મેફોડ્રોન હોવાનું સ્પષ્ટ્ર થયું હતું.

પોલીસે બેગમાંથી મળેલી આ કોથળીમાંથી પિયા ૧૯.૮૯ લાખની કિંમતનું ૧૯૮.૮ ગ્રામ કબજે કયુ હતું. એમડી ડ્રગ્સનો આ જથ્થો એક મોબાઈલ ફોન ટ્રેનની જનરલ કોચની ચાર ટિકિટ અને રોકડ રકમ સહિત કુલ પિયા ૨૦.૦૬ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યે હતો.ઝડપાયેલ મહિલા સેતા યાસ્મીન અનવરભાઈ (ઉ.વ ૪૦) અને સગીરની પૂછપરછ કરતા એવું જણાવ્યું હતું કે, જામનગરમાં રહેતા અજ નામના શખસે બંનેને ટ્રેનની આવક જાવકની ટિકિટ તેમજ એક ટ્રીપના પિયા ૧૦,૦૦૦ આપી મુંબઈમાં નિઝામ નામના શખસ પાસેથી માદક પદાર્થનો જથ્થો લાવવા માટે કહ્યું હતું.

જેથી તે બંને મુંબઈ ગયા બાદ નિઝામ પાસેથી આ માદક પદાર્થનો જથ્થો લઈ આવતા હોવાનું જણાવ્યું હતું. જે અંગે પોલીસે ચારેય શખસો સામે ગુનો નોંધી અજ તથા નિઝામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.