અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગાર્ડનમાં ધોળા દિવસે મહિલાની હત્યા
મહિલાની હત્યા બાદ આરોપીઓ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ગુનેગારો પોલીસના ડર વગર ફરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં નાની-મોટી ગુનાઓની ઘટનાઓ સતત બનતી રહે છે. હવે અમદાવાદ શહેરમાં આવેલા નમસ્તે સર્કસની સામે કોર્પોરેશનના ગાર્ડનમાં હત્યાનો બનાવ બન્યો છે. ગાર્ડનમાં ધોળા દિવસે એક મહિલાની હત્યા કરવામાં આવી છે.
કૌશિક મકવાણા નામના યુવકે મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.અમદાવાદના માધુપુરા પોલીસે સ્ટેશન વિસ્તારના નમસ્તે સર્કલ સામેના એએમસી ગાર્ડનમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મંગળવારની સમી સાંજે ગાર્ડનમાં જાહેરના ૧૦થી વધુ છરીના ઘા મારી ક્રિષ્ના મારવાડી નામની પરિણીતાની હત્યા કરી દેવામાં આવી છે. સામે આવેલી વિગત અનુસાર કૌશિક મકવાણા નામના યુવકે મહિલાની હત્યા કરી હતી.
ગાર્ડનમાં મહિલાની હત્યા કરી કૌશિક મકવાણા ભાગી ગયો હતો. આરોપી ફરાર થઈ રિવરફ્રન્ટ પહોંચ્યો હતો. ત્યાં તેણે સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. પોલીસે આ બંને ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક પરિણીતા ક્રિષ્ના મારવાડી ગાર્ડન નજીક આવેલ ભોગીલાલની ચાલીમાં પોતાના પરિવારે સાથે રહે છે અને હત્યા સમયે પોતાનો ૬ વર્ષનો દીકરો પણ સાથે હતો. મહિલાની હત્યા પોલીસે ગુનો નોંધી હત્યાનું ચોંક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ મહિલાની હત્યા બાદ આરોપીએ આત્મહત્યા કરી લેતા વિવિધ અટકળો વહેતી થઈ છે.