બંજી જમ્પિંગ વખતે હવામાં યુવતીનું મોત થયું
પ્રેમીના બદલે પ્રેમિકા રસ્સી બાંધ્યા વગર જ કૂદી ગઈ -ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદ ફાયરના કર્મચારીનું કહેવું છે કે મહિલાનું મોત થઈ ચુક્યું હતું તેની લાશને જપ્ત કરી હતી
નવી દિલ્હીે, આજકાલ લોકો એન્ડવેન્ચર ગેમ ખુબ જ પસંદ કરે છે. પરંતુ આ દરમિયાન ક્યારે ક્યારે લોકો પોતાનો જીવ ગુમાવે છે. કંઈક આવું જ ૨૫ વર્ષીય યેસેનિયા ગોમેઝની સાથે બની હતી. જે બંજી જમ્પિંગ દરમિયાન મોત થયું હતું. કોલંબિયાના એન્ટિઓક્વિયા પ્રાંતમાં યેસેનિયા મોરાલેસ ગોમેજ પોતાના પ્રેમીની સાથે બંજી જમ્પિંગની તૈયારી કરી રહી હતી. Woman plunges 164 feet to death in tragic bungee-jumping accident
આ દરમિયાન પ્રશિક્ષકના વાતથી ભ્રમિત થઈને યેસેનિયા કૂદ ગઈ હતી. આશરે ૧૬૦ ફૂટ નીચે જઈને પડી હતી. તેનો પ્રેમી તેની પાસે તરત પહોંચ્યો હતો. પરંતુ તે પહેલાથી જ મરી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદ ફાયરના કર્મચારીનું કહેવું છે કે મહિલાનું મોત થઈ ચુક્યું હતું તેની લાશને જપ્ત કરી હતી. આ સમયે લોકોને લાગ્યું કે યેસેનિયાનું મોત પડવાથી થયું હતું.
જાેકે યુવતીની મેડિકલ રિપોર્ટ જણાવે છે કે તેનું મોત પડવાથી નહીં પરંતુ હાર્ટ એટેક આવવાના કારણએ થયું છે. રિપોર્ટ અનુસાર કૂદ્યા પછી તેને લાગ્યું કે તે બંજી કોર્ડ સાથે બંધાયેલી નથી. આ વાતથી તેને હાર્ટ એટેક આવી ગયો હતો. નીચે પડતા પહેલા તેનું મોત નીપજ્યું હતું. ફ્રેડોનિયા, એટિઓક્વિયાની નગર પાલિકાના મેયર ગુસ્તાવો ગુજમેને યુવતીના મોતના સમાચારને લઈને કહ્યું કે તે ભ્રમિત થઈ હતી.
કૂદવાનો સંકેત પ્રેમીનો હતો જે સુરક્ષા ઉપકરણો સાથે બંધાયેલો હતો. પરંતુ પ્રેમીના બદલે યુવતી કૂદી ગઈ હતી. મૃતક યુવતીના ભાઈ એડ્રેસ મોરાલેસે જણાવ્યું કે તેનુી બહેન એક ખુશહાલ યુવતી હતી. તે વધારે ભણવા, નૃત્ય કરવાનું પસંદ કરતી હતી. મારી બહેન દરેક મૂલ્યોવાળી યુવતી હતી. રિપોર્ટમાં ફ્રેડોનિયાના મેયરના હવાલેથી કહ્યું કે મહિલાના મોતની તપાસ કરવામાં આવી રહી છે.