ખોટી રીતે બનાવેલા વાડા તોડવાની ડ્રાઈવ વખતે મહિલા પોલીસકર્મી પર હુમલો
બે મહિલા સહિત ૫ની અટકાયત
વડોદરા,વડોદરામાં પશુઓને રાખવા માટેના ન્યૂ વીઆઈપી રોડ પર બનેલા ગેરકાયેદેસર વાડાને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે એક મહિલાએ આ મામલે મહિલા પોલીસકર્મી સાથે મારામારી કરી હોવાની ઘટના બની છે. મહિલા પોલીસકર્મી પર હુમલો કરવાની ઘટનામાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુભાનપુરામાં આવેલા રાજેશ ટાવર રોડ પર આખલાની અડફેટે આવેલા યુવકનું મોત થવાની ઘટના બાદ ગેરકાયદેસર રીતે કે રસ્તા પર દબાણ કરીને બનાવેલા ઢોરને રાખવાના વાડા અને તબેલા સામે પગલા ભરવામાં આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશ બાદ વહીવટી તંત્રો દ્વારા રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે.
VMC દ્વારા ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા તબેલાઓને દૂર કરવા માટે ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા મિલન પાર્ટી પ્લોટની સામે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા તબેલાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્રએ અગાઉ બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસની મદદ માગી હતી, જેમાં હિરાણી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટર કેએચ રોયલા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પછી VMCના અધિકારીઓ દ્વારા મહિલા પોલીસકર્મી રોયલાને દખલગીરી કરવા માટે કહ્યું હતું. જ્યારેPSI રોયલા અને અન્ય પોલીસકર્મી દ્વારા પશુઓને રાખનારા લોકોને દૂર કરવાની કોશિશ કરી તો તેમાંથી કેટલાકPSI અને અન્યો પર લાકડીથી હુમલો કરી દીધો હતો. તેમને આમ કરતા અટકાવવામાં આવ્યા હતા, પરંતુ એક મહિલા PSI રોયલા તરફ દોડી દોડી ગઈ હતી અને તેમનો કોલર પકડી લીધો હતો.
આ મહિલાએ ખભાથી તેમનો શર્ટ પણ પકડી લીધો હતો. આ પછી અન્ય પોલીસકર્મીઓ દ્વારા વચ્ચે પડીને મહિલા સહિત અન્યને રોક્યા હતા. આ મામલે ૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે હિરાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
VMCના અતિક્રમણ અને સુરક્ષાના નિયામક ડૉ. મંગેશ જયસ્વાલે જણાવ્યું કે જ્યાં ઢોર રાખવામાં આવ્યા હતા તે ત્રણે જગ્યાઓ તોડી પાડવામાં આવી હતી. અન્ય મહાવીર હોલ પાસેના તબેલાને પણ વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે.રસ્તા પર રખડતા ઢોરના કારણે રાહદારીઓ માટે મુસીબત ઉભી થતી હોવાના મામલે હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.ss1