નાના ૩ માસૂમ બાળકોને રડતા મૂકી મહિલા દિયર સાથે ભાગી ગઈ

AI Image
(એજન્સી)હાપુડ, ઉત્તર પ્રદેશના હાપુડમાંથી ત્રણ બાળકોની માતા પોતાના દિયર સાથે ભાગી ગઈ. ભારે શોધખોળ કરી છતાં તેઓ મળ્યા નહીં, તો પતિએ પોલીસની મદદ માગી. પિતા ત્રણ બાળકો સાથે પોલીસ પાસે પહોંચ્યો અને બાળકોની માતાને શોધી આપવા માટે આજીજી કરી. બાળકો પણ હાથ જોડીને માતાને ઘરે પાછા આવવાની અપીલ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૭ વર્ષિય લક્ષ્મી, જે ત્રણ બાળકોની મા છે, પોતાના દિયરના પ્રેમમાં પડી ગઈ અને નાના નાના બાળકોને રડતા મૂકીને ભાગી ગઈ. હવે ત્રણેય બાળકોની જવાબદારી તેના પિતા પર આવી ગઈ છે અને મા વિનાના બાળકોની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.
દિલ્હી રોડ પર આવેલા રામગઢીમાં રહેતા અર્જુને જણાવ્યું કે, તેમના લગ્ન ૨૦૧૭માં ગ્રેટર નોઈડા એનટીપીસીના જારચા ગામની લક્ષ્મી સાથે થયા હતા. લગ્ન બાદ તેમને ત્યાં ત્રણ બાળકો થયા. આ દરમિયાન લક્ષ્મીને કાકાના દીકરા દીપૂ સાથે આડા સંબંધો થયા. તેનો આરોપ છે કે, લક્ષ્મી ઘરમાં રાખેલા રોકડ રકમ અને ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ છે.
એસપી સાહેબ પાસે ફરિયાદ લઈને પહોંચેલા અર્જુને જણાવ્યું કે, તેની પત્ની પાડોશમાં રહેતા વીરપાલના દીકરા દીપૂ સાથે ભાગી ગઈ છે. અર્જુનનો આરોપ છે કે, લક્ષ્મી ઘરમાં રાખેલા ૧૫ હજાર રૂપિયા અને એક લાખના ઘરેણાં લઈને ભાગી ગઈ છે. તેનું કહેવું છે કે, બાળકો નાના છે અને માને શોધી રહ્યા છે. અર્જુને પોલીસને લક્ષ્મી શોધી આપે તેવી ભલામણ કરી છે.
અર્જુને કહ્યું કે, લક્ષ્મી અને દીપૂની ઓળખાણ એક મહિના પહેલા થઈ હતી. જો લક્ષ્મી પાછી આવી જાય તો તેને અપનાવવા માટે તે તૈયાર છે. અર્જુને ફરિયાદમાં ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો છે.