સસરા સાથે વહુ ભાગી ગઈઃ સાથે બે બાળકો પણ લેતી ગઈ

AI Image
ઈટાવા, ઉત્તર પ્રદેશના ઈટાવામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ઉસરાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરેશાન યુવકે પોતાની પત્ની અને બાળકોને શોધવા ૨૦ હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. સાથે જ યુવકે પોલીસ પર પણ કેટલાય ગંભીર આરોપ લગાવ્યા છે.
પીડિત યુવકનું કહેવું છે કે તેની પત્ની પોતાના બે માસૂમ બાળકોને લઈને સસરા સાથે અચાનક ગુમ થઈ ગઈ. ઘટનાને એક મહિના કરતાં પણ વધારે સમય થઈ ચૂક્્યો છે.
પણ પોલીસ અત્યાર સુધી ન તો મહિલાને શોધી, ન કોઈ ઠોસ કાર્યવાહી કરી શકી. યુવકે જણાવ્યું કે, તેણે પોલીસ સ્ટેશનથી લઈને જિલ્લાના ટોપ અધિકારીઓને વાત કરી, પણ તેને દરેક જગ્યાએથી ખાલી આશ્વાસન જ મળ્યું છે.
થાકી હારીને તેણે પોતાની પત્ની અને બાળકોને શોધવા માટે ૨૦,૦૦૦ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. અનોખી જાહેરાત બાદ હવે આ કિસ્સાની આખા જિલ્લામાં ચર્ચા થવા લાગી છે. ગામ લોકોનું કહેવું છે કે, જો એક સામાન્ય માણસને પોતાના પરિવારને શોધવા માટે ખુદ ઈનામની જાહેરાત કરવી પડે, તો પછી પોલીસની જવાબદારી અને કાર્યશૈલી પર સવાલ થવો સ્વાભાવિક છે.
પીડિત યુવકે જણાવ્યું કે, “મારી પત્ની મારા કાકા સાથે મારા બે બાળકોને લઈને જતી રહી છે. પોલીસ પાસે દોઢ મહિનાથી ન્યાય માગી રહ્યો છું, પણ અત્યાર સુધીમાં કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. મેં મારી પત્ની અને બાળકોને શોધવા માટે ૨૦ હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. પત્ની ભલે હવે ન આવે, પણ મારા બંને બાળકો પાછા અપાવી દો.
મારે એક આઠ વર્ષનો દીકરો છે, તે તેની માતા અને બંને બહેનો માટે રાત દિવસ રડ્યા કરે છે. પોલીસે ભલે ગુમ થવાની ફરિયાદ નોંધી લીધી હોય પણ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી નથી કરી. પોલીસ આ કેસમાં ગંભીર તપાસ નથી કરી રહી. આ વિસ્તારના લોકો હવે ચર્ચા કરી રહ્યા છે કે જો કોઈ પહોંચેલા વ્યક્તિનો કેસ હોત તો પોલીસ જમીન આસમાન એક કરી દે.