કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં મહિલાના પિતાનો દાવોઃ ‘પોલીસ કેસને દબાવી રહી છે, લાંચ આપવાનો પણ પ્રયાસ થયો…’
નવી દિલ્હી, કોલકાતાની આરજી કાર હોસ્પિટલના ડોક્ટરના પિતાનું કહેવું છે કે પોલીસ શરૂઆતથી જ આ કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી હતી. અમને અમારી દીકરીનો મૃતદેહ જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી અને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી.
બાદમાં પોસ્ટમોર્ટમ બાદ લાશ અમને સોંપવામાં આવી હતી. કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજુ પણ ચર્ચામાં છે. પીડિતાને ન્યાયની માંગ સાથે સતત દેખાવો થઈ રહ્યા છે. આ દરમિયાન પીડિતાના પિતાએ કોલકાતા પોલીસને લઈને મોટું નિવેદન આપ્યું છે.
પીડિતાના પિતાનું કહેવું છે કે કોલકાતા પોલીસે મૃતદેહનો ઉતાવળે અંતિમ સંસ્કાર કરીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યાે હતો. તેણે આરોપ લગાવ્યો કે આ મામલો સામે આવ્યા બાદ કોલકાતા પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને લાંચ આપવાનો પ્રયાસ કર્યાે હતો.
તેમણે કહ્યું કે કોલકાતા પોલીસ શરૂઆતથી જ આ કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. અમને અમારી દીકરીનો મૃતદેહ જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી અને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી રાહ જોવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ લાશ અમને સોંપવામાં આવી હતી.
દરમિયાન એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને લાંચ આપવાનો પ્રયાસ કર્યાે પરંતુ અમે ના પાડી દીધી.પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે તેઓએ તેમની પુત્રીને ન્યાય મેળવવા માટે જુનિયર ડોકટરોના પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
૧૦ ઓગસ્ટથી સમગ્ર બંગાળમાં દેખાવો થઈ રહ્યા છે. વિવિધ ક્ષેત્રના લોકો પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મામલો વેગ પકડ્યા બાદ કોલકત્તા હાઈકોર્ટે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી.SS1MS