Western Times News

Gujarati News

ચીનમાં એરપોર્ટ પર મહિલાની ઓળખ માટે મેકઅપ ધોવડાવાયો

શાંઘાઇ, આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા કરવા માટે એરપોર્ટ પર દરેક યાત્રીએ પાસપોર્ટ લઈ જવો પડે છે. એરપોર્ટ પર લાગેલા મશીનો દ્વારા યાત્રીઓની ઓળખ કરવામાં આવે છે.

એરપોર્ટના અધિકારીઓ પણ યાત્રીઓની તલાશી લે છે, પરંતુ જો તમે તમારા પાસપોર્ટથી ઓળખાઇ શકો નહીં તો ચોક્કસપણે તમારા માટે સમસ્યા પેદા થઈ શકે છે.

આવી જ એક ઘટના ચીનના શાંઘાઈ એરપોર્ટ પર બની છે, જ્યાં હવાઇ યાત્રા કરવા માટે આવેલી મહિલાનો ચહેરો તેના પાસપોર્ટ સાથે મેચ થતો ન હતો. ત્યાર પછી એરપોર્ટ અધિકારીઓએ મહિલા યાત્રીઓને મેકઅપ ધોવાનું કહેવામાં આવ્યું હતું.

મીડિયા અહેવાલ મુજબ, એરપોર્ટ અધિકારીઓએ સ્કેનરની મદદથી મહિલાની ઓળખ કરવાની કોશિશ કરી, પરંતુ ઓળખ થઈ શકી નહીં. ત્યાર પછી અધિકારીઓએ મહિલાને મેકઅપ હટાવવા કહ્યું. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ.

ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમગ્ર ઘટના ખૂબ વાયરલ થઈ છે. આ વીડિયોમાં મહિલા સ્કેનરમાં પોતાના ચેહરો મેચ થતો ન હોવાથી પરેશાન જોવા મળી રહી છે. અધિકારીઓ માન્યા નહીં તો મહિલા પેપરની મદદથી પોતાનો ચહેરો સાફ કરી રહી છે.

જ્યારે કેમેરાની પાછળ એક અધિકારી મહિલાને ધમકાવી રહ્યો હોવાનું સંભળાઈ રહ્યું છે. વીડિયોમાં કર્મચારી આકરા શબ્દોમાં કહે છે કે જ્યાં સુધી તારો ચહેરો પાસપોર્ટ ફોટો જેવો દેખાય નહીં ત્યાં સુધી બધું જ સાફ કરો, આ પ્રકારનું મેકએપ કેમ કરો છે, છેવટે શું કામ પોતાના માટે મુશ્કેલી ઊભી કરો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.