તંત્રને ઢંઢોળવા માટે મહિલા કાદવમાં આળોટવા બની મજબુર
નવી દિલ્હી, મધ્યપ્રદેશના કરાહલના સુખાખર વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બસ્તીની એક આદિવાસી મહિલા જેને અન્નપૂર્ણા દેવીમાં ખૂબ જ શ્રદ્ધા છે.
મધ્યપ્રદેશના કરાહલ વિકાસ બ્લોકના સુખાખર વિસ્તારમાં એક આદિવાસી મહિલાએ રસ્તા અને ગટરની ખરાબ સ્થિતિ સામે અનોખો વિરોધ કર્યાે. તેને કાદવવાળા રસ્તાઓ પર પ્રણામ કરીને પરિક્રમા કરી અને પાનવાડા માતાના મંદિરે પહોંચી, સરપંચ અને સેક્રેટરીની શાણપણ માટે પ્રાર્થના કરી.
મહિલાએ જણાવ્યું કે અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ સુનાવણી ન થઈ, તેથી તેણે આ પગલું ભર્યું. મહિલા વસાહતની કાદવવાળી શેરીઓમાંથી પસાર થઈ અને મહિલા તે ગંદકીમાં આળોટી પણ ખરી. તેના બધા કપડા પણ કાદવથી બગડી ગયા.
આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ મહિલાએ કહ્યું કે ઘણી વખત ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી, તેથી આ એકમાત્ર પદ્ધતિ અપનાવી હતી, જેથી બધા સમજી શકે કે કોલોનીમાં કેવી અસુવિધાઓ સર્જાઈ રહી છે.
મહિલાએ એમ પણ જણાવ્યું કે ન તો આવાસ કે લાડલી બ્રાહ્મણ યોજનામાં નામ ઉમેરાયું છે, સરપંચ સેક્રેટરી અમને સરકારી યોજનામાં સમાવી રહ્યાં નથી. પંચાયતમાં ન તો કોઈ કામ થયું છે કે ન તો સચિવ અતરસિંહ દ્વારા કોઈ લાભ આપવામાં આવ્યો છે. પોતાના હક માટે માણસે કેવું કરવું પડે છે તે આ પહેલા પણ આપણે જોયું છે.
મધ્યપ્રદેશની જ વાત કરીએ તો એક વ્યક્તિ સંખ્યાબંધ કાગળો અને દસ્તાવેજ સાથે જમીન પર ઢસડાતા. ઢસડાતા પહોંચ્યો કલેક્ટર ઓફિસ.
આ શખ્સ છેલ્લા ૭ વર્ષથી કોઈ બાબતે ફરિયાદ નોંધાવી રહ્યો છે. પરંતુ યોગ્ય જવાબ, યોગ્ય નિરાકરણ અથવા તો યોગ્ય ન્યાય ન મળતા અંતે હારીને કઈંક આવી રીતે પોતાની પાસે રહેલા સબુતને લઈને પહોંચે છે કલેક્ટર ઓફિસ. માથા પર “જોડા-ચપ્પલ” રાખી પોતાની વ્યથા રજુ કરી રહ્યો છે. નર્મદાના કેવડીયા ગામનો રહીશ અને ખેડૂત ગણપત તડવી બિલકુલ શોલેના ધર્મેન્દ્રની જેમ જ ટાવર પર ચઢી ગયો.
ટાવર પર ચઢનાર ખેડૂત ગણપત તડવીએ આક્ષેપ કર્યાે કે અમારી વડીલોપાર્જિત જમીનો નિગમે લઇ લીધી છે અને હવે તે હોટેલો અને મોલ બનાવવા ઉધોગપતિઓને ઉંચા ભાવે વેચાઇ રહી છે. અમે આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છતાં કોઇ અમારું સાંભળતું નથી. અધિકારીઓ છેલ્લા ૫ વર્ષથી અમને ધક્કા ખવડાવી રહ્યા છે.SS1MS