વુમન અવેરનેસ, લીગલ રાઈટ, સેલ્ફ ડિફેન્સ, સેલ્ફ એમ્પ્લોઈમેન્ટ કાર્યક્રમ યોજાયો
દહેજ પોલીસે મહિલાઓ અને વિધાર્થીઓ માટે સુરક્ષા, સલામતી, આરોગ્ય, આત્મ ર્નિભરતાની દીવાલ રચી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પોલીસની જાેબ થેન્ક લેસ હોય છે. આપણે કે સમાજ તેઓને ક્યારેય બિરદાવતા કે આભારની લાગણી વ્યક્ત કરતા નથી.જાેકે રવિવારે જ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ પણ સુરત સાથે ગુજરાત પોલીસની કામગરી બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
આપણી અને સમાજની માનસિકતા હોય છે કે, પોલીસ છે તેની ફરજ અને જવાબદારી અને તેનું કામ છે.પણ કદી આપણે વિચારતા નથી એક પોલીસ કર્મી પણ આપણી જેમ માણસ છે.જેની પણ વ્યક્તિગત, પારિવારિક,સામાજિક સહિતની અનેક જવાબદારી હોય છે.
જે તમામને એ પ્રજા અને સમાજ સહિત જનહિતાર્થએ બાજુ ઉપર મૂકી ૨૪ કલાક ૩૬૫ દિવસ પોતાની ફરજ નિભાવવામાં વ્યસ્ત રહે છે.કારણ લોકો, સમાજ, શહેર, ગામ, જિલ્લો સુરક્ષિત રહે.આજ પોલીસની પ્રજામાં તેમના સહાયક, શુભચિંતકની છબી આપણે બનાવી શકતા નથી.
જાેકે પોલીસ પ્રજા માટે જ સતત કાયદો વ્યવસ્થા, જાનમાલની સુરક્ષા અને સલામતી જાળવવા વ્યસ્ત રહે છે.પણ આપણે કદી પોલીસનો આભાર વ્યક્ત નથી કરતા આ આપણા સમાજ અને મારા, તમારા પ્રત્યેકની દુઃખદ વાસ્તવિક હકીકત છે. જાેકે પોલીસ તેની ફરજ,નિષ્ઠા,શાંતિ,સલામતી અને લો એન્ડ ઓર્ડર જાળવવામાં ક્યારેય પાછી પાની કરતી નથી. સમાજ પ્રત્યે તેનું ઉત્તરદાયિત્વ પણ ફરજમાં રહી બખૂબી નિભાવે છે.
આવી જ પેહલ ભરૂચમાં પણ જીલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલે પણ કરી છે.આજે ભરૂચના દહેજમાં દહેજ પોલીસ દ્વારા મહિલા અને વિધાર્થીઓ માટે સુરક્ષા, સલામતી, આર્ત્મનિભરતા, આરોગ્ય, આત્મરક્ષણનો ઉછન્જીજી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૦૦ જેટલી મહિલાઓ અને વિદ્યાર્થીઓને આત્મરક્ષા, આર્ત્મનિભરતા, આરોગ્ય, કાનૂની અધિકારો સહિતથી
માહિતગાર કરી તેમના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી હતી. તમામ મહિલાઓ અને વિધાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરાવી ગિફ્ટ અને ફૂડપેકેટ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દહેજ અને મરીન પોલીસના રાજેન્દ્રસિંહ ગોહિલ, આર. એલ. ખટાણા, પ્રકૃતિ ઝણકાટ, ડો.પ્રવીણ કુમાર સીંગ,ડો.સીમા પટેલ સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતા.